શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :ટોકિયો. , સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (17:14 IST)

બુલેટ ટ્રેન ચલાવવાનું મોદીનુ સપનું પુરૂ કરશે જાપાન, અનેક સમજૂતી પર હસ્તાક્ષર

જાપાનના ભારતમાં બુલેટ ટ્રેન ચલાવવા માટે મદદ આપવા પર સહમતિ બતાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાંચ દિવસીય જાપાન યાત્રાના ત્રીજા દિવસે સોમવારેને જાપાની પ્રધાનમંત્રી શિંજો આબેની સાથે શિખરવાર્તામાં આ અંગે સહમતિ બનાવી. જાપાને આગામી પાંચ વર્ષની અંદર ભારતમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુનુ રોકાણ કરવાની વાત કરી છે. બંને દેશોની વચ્ચે વાતચીતમાં આતંકવાદ, મહિલા સશક્તીકરણ, વેપાર અને શિક્ષા ઉપરાંત બીજા તમામ મુદ્દા ઉઠ્યા. શિખર વાર્તા પહેલા મોદીએ જાપાની વેપારીઓને સંબોધિત કર્યા હતા અને તેમને ભારતમાં રોકાણ કરવાની વાત કરી હતી.  મોદીએ ટોકિયો સ્થિત 135 વર્ષ જૂના એક શાળાની મુલાકાત લઈને ત્યાની શિક્ષા વ્યવસ્થાની પણ તપાસ કરી.  
 
બુલેટ ટ્રેનમાં સહયોગ આપશે જાપાન 
 
જાપાને પોતાના દેશની બુલેટ ટ્રેન નેટવર્ક શિંકાશેનની પાયા પર ભારતમાં આ સેવાને શરૂ કરવા માટે નાણાકીય, તકનીકી અને પરિચાલન સંબંધી મદદ આપવા પર પોતાની મંજુરી બતાવી. આ ઉપરાંત જાપાને ભારત-જાપાન રોકાણ પ્રચાર ભાગીદારી હેઠળ ભારતને આગામી 5 વર્ષની અંદર 3.5 ટ્રિલિયન યેન (203000 કરોડ રૂપિયા)ની પર્સનલ અને સાર્વજનિક રોકાણ કરવાની વાત કરી છે. આ દરમિયાન મોદીએ આબેને કહ્યુ કે ભારતના ઈંફ્રાસ્ટ્રકચરને આધુનિક બનાવવામાં જાપાને જેટલી મદદ કરી છે એટલી કોઈ દેશે નથી કરી. 
 
આ ઉપરાંત બંને દેશોના પ્રધાનમંત્રી વચ્ચે અનેક સમજૂતી પર હસ્તાક્ષર થયા. બંને દેશ પરમાણુ કરાર પર આગળ વધવાની સહિત તકનીકી અને રક્ષા ક્ષેત્રમાં સહયોગ પર સહમતી દર્શાવી. સાથે જ જાપાન અને ભારતની સમસ્યાઓના સમાધાન પર પરસ્પર સહયોગથી કરવા રાજી થયા. 
 
આ પ્રસંગ પર મોદીએ કહ્યુ કે ભારત-જાપાનની વચ્ચે સંબંધો વધુ ગાઢ થયા છે. જાપાન આવવાની તક મળતા મને ખુશી થઈ. અમારી વિદેશ નીતિમાં જાપાનની પ્રાથમિકતા રહેશે. મોદીએ કહ્યુ કે ભારતના વિકાસ અને પરિવર્તનમાં જાપાનની મુખ્ય ભૂમિકા રહેશે અને બંને દેશ સોશિયલ ગ્લોબલ પાર્ટનરશિપના આધાર પર આગળ વધશે. 
 
પીએમ મોદીએ કહ્યુ કે આવનારા સમયમાં જાપાન ભારતમાં બે લાખ 10 હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. જ્યારે કે જાપાની પીએમ આબેએ કહ્યુ કે ભારત અને જાપાનના સંબંધ ઐતિહાસિક છે અને મોદીના જાપાન પ્રવાસથી આ સંબંધ વધુ ગાઢ થયા છે. 
 
એશિયામાં જાપાન અને ભારતના મહત્વને રેખાંકિત કરતા મોદીએ કહ્યુ, 'કહેવાય છે કે 21મી સદી એશિયાની હશે પણ 21મી સદીનુ સ્વરૂપ કેવુ હશે તેનુ નિર્ધારણ કરવામાં ભારત-જાપાનની મહત્વપુર્ણ ભૂમિકા રહેશે.' મોદીએ કહ્યુ કે નવી દિલ્હી અને ટોકિયો અનુસંધાન પર્યાવરણ વિજ્ઞાન અને આધારભૂત સંરચનાના ક્ષેત્રમાં આગળ વધીશુ. સાથે જ પીએમ મોદીએ બંને દેશોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો પર જોર આપ્યો.  



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.