શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 26 નવેમ્બર 2014 (11:34 IST)

સાર્ક સંમેલનમાં એક મંચ પર આવીને પણ મોદી-નવાઝે હાથ ન મિલાવ્યો

નેપાળમાં બુધવારથી શરૂ થયેલ સાર્ક સંમેલનમાં ભાગ લેવા પહોંચેલ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની પીએમ નવાઝ શરીફનો આમનો-સામનો ન થયો. સંમેલન માટે બંને એક મંચ પર પહોંચ્યા. પણ એકબીજા તરફ જોયા વગર આગળ વધી ગયા. 
        
નેપાળની રાજધાની કાઠમાંડુમાં આજે 18મી દક્ષેમ શિખર બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકની થીમ છે શાંતિ અને સમૃદ્ધિ માટે મજબૂત ક્ષેત્રીય એકીકરણ. આજે 26/11 મુંબઈ આતંકી હુમલાની છઠ્ઠી વરસી પણ છે આશા છે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આ શિખર બેઠકમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફની હાજરીમાં મુંબઈ આતંકી હુમલાનો મામલો ઉઠાવશે. 11.30 વાગ્યે પીએમ મોદી સાર્કને સંબોધિત કરશે. 
 
આ પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ હુમ્લામાં માર્યા ગયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી અને લોકોની રક્ષા કરતા શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓને નમન કર્યુ. આતંકી હુમલાની  છઠ્ઠી વરસી પર મોદીએ આતંકવાદ સામે લડવા અને સમાજમાંથી તેને ઉખાડી ફેંકવાની ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી. 
 
18મા દક્ષેસ શિખર સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે અહી પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ. આપણે  2008માં આજના દિવસે ભયાનક આતંકી હુમલાને યાદ કરીએ અને જીવ ગુમાવનારા નિર્દોષ સ્ત્રી-પુરૂષોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ. આપણે  તે વીર સુરક્ષાકર્મચારીઓને નમન કરીએ જેમણે એ દિવસે અનેક જીંદગીઓની રક્ષા માટે પોતાનો જીવ કુર્બાન કરી દીધો. તેઓ આપણા અસલી નાયક છે. આજનો દિવસે આતંકવાદ સાથે એક થઈને લડવુ અને તેને સમાજમાંથી ઉખાડી ફેંકવાની આપણી પ્રતિબદ્ધતાની ફરી પુષ્ટિ કરવાની છે. 
 
પાકિસ્તાનમાંથી આવેલ આતંકવાદીઓ દ્વારા 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં કરવામાં આવેલ મોટા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. અને સેકડો ઘાયલ થયા હતા. દુનિયાભરમાં આ આતંકી કૃત્યની વ્યાપક નિંદા થઈ હતી. સાર્કના બધા આઠ સભ્ય દેશ અફગાનિસ્તાન ,બાંગ્લાદેશ , ભૂટાન, ભારત, માલદીવ ,નેપાળ , પાકિસ્તાન  અને શ્રીલંકાના પ્રતિનિધિ સંમેલનને સંબોધિત કરશે. સાર્કના આ બે દિવસીય સંમેલનમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીન યુરોપિયન યુનિયન, ઈરાન . જાપાન. રિપબ્લિક ઓફ કોરિયા. મોરિશંસ અને મ્યાંમારના પર્યવેક્ષક હાજર રહેશે. 
 
આ સંમેલનમાં સાર્ક દેશો વચ્ચે વાહનવ્યવ્હાર વધારવા. વેપાર ઉદારીકરણ. આતંકવાદ વિરુદ્ધ લડાઈ. પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય. શિક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં મદદ વધારવા પર પણ જોર આપી શકાય છે.