શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સિડની , મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (10:52 IST)

સિડની બંધક સંકટનો અંત, ત્રણ લોકો માર્યા ગયા, બે ભારતીય સુરક્ષિત

ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેર સિડનીના એક લોકપ્રિય કેફેમાં એક બંદૂકધારી દ્વારા 17 લોકોને બંધક બનાવવા સાથે જોડાયેલ સંકટ છેવટે 17 કલાક પછી પોલીસ કાર્યવાહી સાથે અંત આવ્યો. આ ઘટનામાં 3 લોકો માર્યા ગયા. જો કે બે ભારતીય સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા. 
 
ન્યુ સાઉથ વેલ્સની પોલીસ એંડ્ર્યુ પી સ્કિપિયોને પ્રાંતીય પ્રીમિયર માઈક બેયર્ડ સાથેના સંવાદદાતા સંમેલનમાં જણાવ્યુ કે 50 વર્ષના બંદૂકધારી હારુન મોનિસ અને બે બંધક માર્યા ગયા છે. અને લગભગ ચાર લોકો ઘાયલ થયા છે. 
 
પોલીસે એક નિવેદનમાં કહ્યુ કે બંદૂકધારીને ગોળી મારવામાં આવી અને એક સ્થાનીય હોસ્પિટલમાં લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. 
 
તેમણે કહ્યુ કે બે બંધકો 34 વર્ષીય પુરૂષ અને 38 વર્શીય મહિલાને પણ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા. આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકો ઘાયલ થયા છે.  
 
કેફેમાં બંધક બનાવેલ બંને ભારતીય નાગરિક વિશ્વકાંત અંકિત રેડ્ડી અને પુષ્પર્દ ઘોષ સુરક્ષિત બહાર નીકળી ગયા. રેડ્ડી આઈટી કંપની ઈંફોસિસના કર્મચારી છે. પણ ઘોષના વિશે વિગત નથી મળી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દિલ્હીમાં કહ્યુ કે બંને ભારતીયોની ચિકિત્સા તપાસ થઈ છે.  
 
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડની સંકટના સંદર્ભમાં કહ્યુ કે પરીક્ષાની આ ક્ષણમાં ભારત ઓસ્ટ્રેલિયાને પડખે ઉભુ છે. સિડનીના કેફેમાં કોહરામ મચાવનારા બંદૂકધારીના પૂર્વ  વકીલે 50 વર્ષના આ વ્યક્તિને જુદા રહેનારા વ્યક્તિ તરીકે બતાવ્યા છે. જે એકલા જ આ ઘટનાને અંજામ આપી રહ્યો હતો.