શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: જકાર્તા. , ગુરુવાર, 21 જુલાઈ 2016 (12:49 IST)

હાથ અને પગ નથી છતા પણ રમે છે વીડિયો ગેમ...

ઈંડોનેશિયાના ટિયો સેટરિયો નામના 11 વર્ષના આ બાળકના બંને હાથ અને પગ નથી. પણ તેને વીડિયો ગેમ રમવુ પસંદ છે. જેને તે પાંસળીઓ ને દાઢીથી રમે છે અને તે ફક્ત રમતો જ નથી પણ આ ગેમમાં પોતાના મિત્રોને પણ હરાવી દે છે. 
 
તેની મા મિમી જણાવે છે કે સવારે સ્નાન કર્યા પછી તે વીડિયોગેમ રમવામાં મગ્ન થઈ જાય છે અને ત્યા સુધી રમતો રહે છે જ્યા સુધી તેના ટીચર આવીને તેને શાળામાં લઈ જતા નથી.  શાળામાં ગયા પછી એ ફરીથી વીડિયોગેમ રમવામાં વ્યસ્ત થઈ જાય છે. 
શારીરિક અક્ષમતા સામે લડી રહેલ બાળક આજકાલ મોઢાની મદદથી લખવાનુ સીખી રહ્યો છે. તેની પ્રિસિપલ જણાવે છે કે બીજા ધોરણનો હોવા છતા પણ તે ચોથા ધોઅરણના મેથ્સના પ્રશ્નો સોલ્વ કરી લે છે. પણ તે આવુ હંમેશાથી નહોતો.  પહેલા તે પોતાની શારીરિક નબળાઈઓથી અસુરક્ષાની ભાવના સામે લડી રહ્યો હતો.  પોતાના મિત્રો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરતો હતો. 
 
પણ હવે તે શાળાનો નિયમિત વિદ્યાર્થી છે.  છતા પણ તે શાળામાં જવા આવવા માટે બીજા પર નિર્ભર છે.  પણ તેના મિલનસાર સ્વભાવ અને તેની સ્માઈલથી તે શાળામાં સૌનો લાડકવાયો બન્યો છે. તેની મા જણાવે છે કે તેમને પ્રેગનેંસી દરમિયાન પોતાના પુત્રની આ સ્થિતિ વિશે જાણ નહોતી અને પુત્રના જન્મ પછી તેમને નહોતુ કહ્યુ કે બાળકના બંને હાથ પગ નથી. 
 
તે કહે છે કે ડોક્ટરે કહ્યુ હતુ કે બધુ નોર્મલ છે. બાળક એકદમ સ્વસ્થ છે. પણ જ્યારે તેમને જાણ થઈ તો તેમને માટે પોતાના બાળકની આ સ્થિતિ સ્વીકર કરવી મુશ્કેલ થઈ ગઈ. પણ પછી મે કોઈ રીતે આ સ્થિતિ સ્વીકારી લીધી.  ટિયોની દેખરેખ કરવી મારે માટે ફુલટાઈમ જૉબ બની ગઈ છે. 
 
ટિયોના પિતા જણાવે છે કે ટિયોની દેખરેખ કરવાને કારણે અમે કશે જ જઈ નથી શકતા. જો અમે કામ કરીશુ તો આ બાળકની દેખરેખ કોણ કરશે.