શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : મંગળવાર, 14 મે 2019 (00:11 IST)

લવ ટિપ્સ - સંબંધોને મજબૂત કરવા જરૂરી છે કોમ્યુનિકેશન

કોઈપણ સંબંધ જાળવવા માટે મહત્વપૂર્ણ છે કોમ્યુનિકેશન . કોમ્યુનિકેશનના વગર પાર્ટનર્સમાં અંતર જોવા મળે છે. પછી આ અંતર ગેરસમજની જગ્યા લઈ લે છે.જેને વગર વાતચીત કરી દૂર કરી ના શકાય . એટલે હંમેશા ગાઢ સંબંધ બાંધવા માટે એક બીજા સાથે વાતચીત કરવી. વાતચીત દ્વારા સમસ્યાઓના નિરાકરણ શોધવા પ્રયત્ન કરો.
 
એક -  બીજાને  સમજો - કોઈ સંબંધમાં -એકબીજાને  સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોતાના સાથીની લાગણીઓનો ખ્યાલ રાખો. તેઓ પણ તમારી  ફીલીંગનો ધ્યાન રાખશે. ક્યારે પણ તમારા સાથીની ફીલીંગને અવગણશો નહી. 
 
તમારા સાથીને તમારા જીવનમાં શામેલ કરો - સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ હોવો જરૂરી  છે. આ  માટે તમારા સાથીને તમારા જીવનમાં સામેલ કરો અને તેમના જીવનની નાની વસ્તુઓને જાણો.
 
સરસ લિસનર શ્રોતા રહો - તમારા સાથી જે પણ બોલે તેને ધ્યાનથી સાંભળો. જો તમારી પાસે એ સમસ્યાનો ઉકેલ ન  હોય તો પણ તમે એને સમજી શકો છો.
 
ચર્ચા દરમિયાન  ખોટા શબ્દો ના વાપરો - જો તમારા બન્નેમાં કંઈક વિવાદ થઈ જાય તો પછી ભૂલથી પણ ખરાબ શબ્દો ન વાપરો. આ આગમાં ઘીનું કામ કરશે. આ સમયે કૂલ રહો અને ઠંડા મગજથી કામ લો. 
 
હંમેશા ચર્ચામાં  જીતવાનો ન વિચારો - બન્નેમાંથી એકે થોડું મેચ્યુઓર થઈ એ સમજવું કે હમેશાં ચર્ચામાં જીતવું જરૂરી નથી. તમે ચર્ચા જીતવા માટેના પ્રયાસમાં બની શકે કે તમારા પાર્ટનરને હારી જાવ. .હવે તમે નક્કી કરવાનું છે કે તમારા માટે તમારો પાર્ટનર વધુ પ્રિય છે કે વિવાદમાં જીતવુ વધુ જરૂરી છે.  બિનજરૂરી દલીલો ટાળો.
 
જરૂરી વાતો પર તરત રિએક્ટ કરો - જે કંઈક વાત તમને પરેશાન કરી રહી હોય તો એને  તમે , તમારા જીવનસાથી સાથે વાત કરીને ઉકેલો. કોમ્યુનિકેશન ગેપના કારણે તમારો સંબંધમાં ખટાશ આવી શકે છે.  આથી એકબીજા સાથે વાતચીત કરીને પ્રશ્નો ઉકેલો 
 
અહમ સાઇડમાં મૂકો . - ઘણી વખત અમે તમારા  અહમના કારણે સાથીને  ગુમાવી બેસો છો. કોઈ વાતના કારણે નારાજ થઈ વાત ન કરવી એમા સમજદારી નથી એવામાં તમારા સંબંધ પર ઉંધી અસર પડશે. તમારા જીવનસાથીને લાગશે કે તમે એની ચિંતા નથી કરતા આથી તમારા અહમને  બાજુ રાખી જીવનસાથી સાથે વાત કરો અને કોઈ વાત પર મતભેદ હોય તો તેનો ઉકેલ લાવો.