પુરૂષોની આ વાતો મહિલાઓને કરે છે Impress  
                                       
                  
				  				  
				   
                  				  અનેકવાર લોકો આ વાત જાણવા માંગે છે કે છોકરીઓ કઈ વાતથી વધુ ઈમ્પ્રેસ થાય છે  ? 
	 
	અનેકવર લોકો આ વાત જાણવા માંગે છે કે યુવતીઓ કઈ વસ્તુથી વધુ ઈમ્પ્રેસ થાય છે ? કોઈને લાગે છે કે મહિલાઓ પૈસો અને સમૃદ્ધીથી વધુ ઈમ્પ્રેસ થાય છે ? કોઈને લાગે છે કે મહિલાઓ છોકરાઓના લુક કે ફિટનેસને વધુ મહત્વ આપે છે. પણ જો તમે પણ આવુ વિચારો છો તો તમે એકદમ ખોટુ વિચારો છો.  જી હા મહિલાઓ આ તમામ વસ્તુઓથી ઈમ્ર્પેસ થતી નથી. સ્ત્રીઓ માણસની બોડી લૈગ્વેજ, સ્ટાઈલ મેનર્સ અને મેચ્યોરિટી ઈમ્ર્પેસ થાય છે.  આવો જાણીએ છેવટે પુરૂષોની કંઈ વસ્તુઓ મહિલાઓને આકર્ષિત કરે છે ?
				  										
							
																							
									  
	 
	રિસ્પેક્ટ કરે છે પસંદ - મહિલાઓ નોટિસ કરે છે પુરૂષ તેમના મિત્ર અને ફેમિલી સાથે કેવો વ્યવ્હાર કરે છે.  જો તમે તેમના ફેમિલી અને મિત્રો પ્રત્યે પ્રેમ અને રિસ્પેક્ટ બતાવો છો તો એ વસ્તુ તેમને ખૂબ ઈમ્પ્રેસ કરે છે. 
				  
	 
	ઈમાનદારી છે સૌથી જરૂરી - મહિલાઓ પોતાના પાર્ટનર પાસેથી એક ઈમાનદારીની આશા કરે છે કે જ્યારે તે બંને સાથે હોય તો તેઓ બીજી છોકરીઓ તરફ ન ઘુરો.  પુરૂષોનુ આ વલણ મોટાભાગે મહિલાઓના મગજમાં કોઈ માણસ પ્રત્યે ખરાબ ઈમ્પ્રેશન નાખે છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	મેચ્યોરિટી છે સૌથી પહેલા - મહિલાઓ પુરૂષોમાં મેચ્યોરિટીને સૌથી વધુ મહત્વ આપે છે.  કારણ કે તેમને પુરૂષોની સમજદારી અટ્રેક્ટ કરે છે. મહિલાઓને ઈમોશનલી રીતે કમજોર માણસો પસંદ નથી આવતા.   
				  																		
											
									  
	 
	ફિટનેસ પર રાખે છે નજર - તાજેતરમાં જ થયેલ એક અભ્યાસ મુજબ મહિલાઓ પુરૂષોના શારીરિક બનાવટ પર વધુ ધ્યાન આપે છે.  શક્તિશાળી વ્યક્તિ પ્રત્યે શારીરિક રૂપથી વધુ આકર્ષિત થાય છે.  અભ્યાસ મુજબ સ્ત્રીઓ સામાન્ય પુરૂષો કરતા હષ્ટ પુષ્ટ પુરૂષોની તરફ વધુ આકર્ષિત થાય છે.  આ ઉપરાંત પુરૂષોના આક્રમક વલણનુ પણ મોટાભાગની મહિલાઓને ખેંચે છે. 
				  																	
									  
	 
	નજરથી નજર મેળવીને વાત કરે - મહિલાઓને એ માણસ બિલકુલ પસંદ નથી આવતા જે આમ તેમ જોઈને વાત કરે. મતલબ જે મહિલાઓની કમર, સ્તન કે જાંધ તરફ જોઈને વાતો કરે છે. મહિલાઓ આવા પુરૂષો સાથે વધુ સમય સુધી વાત કરતા ચિડાય છે. 
				  																	
									  
	 
	દેખાવો પસંદ નથી - કેટલાક માણસો અનેકવાર પોતાના પૈસા અને સ્ટેટસનો દેખાવો કરે છે. તેમને લાગે છે કે છોકરીઓ તેમનાથે ઈમ્પ્રેશ થશે.  પણ સાચુ કહો તો મહિલાઓ આવા માણસથી દૂર રહેવુ વધુ સુરક્ષિત સમજે છે. 
				  																	
									  
	 
	જે વધુ સાંભળતા હોય - મહિલાઓને તે માણસ વધુ એટ્રેક્ટ કરે છે જે તેમને ખૂબ પ્રેમથી સાભળે છે. એ જે કંઈ પણ કહે છે તેને ખૂબ જ રસથી સાંભળે છે.