કસાબ મામલે મોદીની આલોચના

અમદાવાદ| ભાષા| Last Modified શનિવાર, 24 જાન્યુઆરી 2009 (19:20 IST)

મુંબઇના આતંકવાદી હુમલા મામલે એકઠા કરાયેલા સબૂતો મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ ટીપ્પણીની પ્રદેશના ભાજપ નેતાઓ અને વિપક્ષી કોંગ્રેસે આજે આલોચના કરી હતી કે આ ટીપ્પણીથી પાકિસ્તાનને જવાબ આપવાનો મોકો મળ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુરેશ મહેતાએ આજે કહ્યું હતું કે, કરાયેલી આ ટીપપ્ણી વણજોઇતી અને અયોગ્ય છે. કોઇને પણ મુખ્યમંત્રી દ્વારા આવી ટીપ્પણી કરાશે એવી આશા ન હતી.

મોદીના વિરોધી મહેતાએ પ્રેસને કહ્યું કે, મુખ્યમંત્રી પદની સાથે કેટલીક જવાબદારીઓ પણ હોય છે અને સૌથી પહેલા દેશનું હિત હોય છે. એક મુખ્યમંત્રીએ આવી વાકપટુતા ના કરવી જોઇએ.


આ પણ વાંચો :