1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 19 મે 2014 (12:24 IST)

નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ પર રહેશે કે નહી તેનો નિર્ણય આજે

લોકસભા ચૂંટણીમાં જદયૂની હાર પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનારા નીતીશ કુમાર પોતાનુ રાજીનામુ પરત લેશ એક પછી પોતાના નિર્ણય પર કાયમ રહેશે તેનો નિર્ણય આજે થઈ જશે. નીતીશે ગઈકાલે પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે એક દિવસનો સમય માંગ્યો હતો. 
 
આ પહેલ બિહારમાં જદયૂ વિધાયક દળે રવિવારે એક વાર ફરી નીતીશ કુમારને સર્વસંમત્તિથી પોતાના નેતા પસંદ કર્યા. પાર્ટીના તમામ સાંસદ કોઈ બીજાના નામ પર વિચાર કરવા પણ તૈયાર નથી. 
 
મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના ભાષણમાં જ્યારે મુખ્યમંત્રી પદ પર કાયમ રહેવાનો ઈંકાર કર્યો તો તામ જદયૂ સાંસદ એક નેતા એક નિશાનનો નારો લગાવતા ત્યા જ ધરણા પર બેસી ગયા.  
 
ત્યારબાદ નવા મુખ્યમંત્રી પર નિર્ણય સોમવાર સુધી ટાળવામાં આવ્યો. નીતીશ કુમારે પોતે સાંસદ દળના નિર્ણય પર વિચાર કરવા માટે આવતીકાલ સુધીનો સમય માંગ્યો. ત્યારબાદ તમામ ધારાસભ્યો શાંત થયા. હવે નેતાની પસંદગી પર નિર્ણય સોમવારે થશે.