શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (17:40 IST)

મોદી સરકાર શીખ રમખાણ પીડિતોને આપશે 5-5 લાખ રૂપિયા

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 1984ના સિખ રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારના લોકોને વળતર આપવાનું એલાન કર્યુ છે. સરકારે દેશભરમાં સિખ વિરોધી રમખાણો દરમિયાન માર્યા ગયેલા 3325 લોકોના પરિવારના લોકોને પાંચ લાખ રૂપિયા આપશે. 
 
મોદી સરકારે 31 ઓક્ટોબર 1984ના રોજ સિખ અંગરક્ષકો દ્વારા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની હત્યા પછી દેશભરમા ફેલાયેલા સિખ વિરોધી રમખાણોની 30મી બરસીથી ઠીક એક દિવસ પહેલા આ મોટા નિર્ણયનુ એલાન કર્યુ છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રની બીજેપી સરકારે આ નિર્ણયનો રાજકારણીય મતલબ કાઢવામાં આવી રહ્યો છે.  
 
ઉલ્લેખનીય છે એક સિખ વિરોધી રમખાણો સૌથી વધુ પીડિત દિલ્હીમાં જ છે. દિલ્હીમાં સિખ વિરોધી રમખાણોમાં 2.733 લોકો માર્યા ગયા હતા. આ પ્રક્રિયામાં 3163 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયેલ લોકોમાં ફક્ત 442ને અપરાધ માટે દોષી સાબિત કરાયા હતા.  સિખ વિરોધી રમખાણોને લઈને કોંગ્રેસ હંમેશા જ સિખ સમુદાયના નિશાને પર રહી છે. પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિ6હે પણ આ રમખાણો માટે માફી માંગી હતી.