શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2015 (11:48 IST)

4 માર્ચના રોજ AAP ની NECની બેઠક, ચિઠ્ઠી લીક કરનારા પર નિર્ણય લેવામાં આવશે

દિલ્હીમાં સત્તા મળતા જ આમ આદમી પાર્ટી બીજી રાજનીતિક પાર્ટીયોના પગલે ચાલતી જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલને પાર્ટી સંયોજક પદ પરથી હટાવવાની ઈચ્છાનો આરોપનો સામનો કરી રહેલ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ પર આ બાબતે કોઈ કડક નિર્ણય લેવામાં આવી શકે છે. આપ નેતા સંજય સિંહે કહ્યુ કે વરિષ્ઠ નેતાઓના નિવેદનથી કાર્યકર્તાઓમા નિરાશા ફેલાય છે.  4 માર્ચના રોજ રાષ્ટ્રીય કાર્યકારિણી (એનસીઈ)ની બેઠકમાં આ બાબતે નિર્ણય કરવામાં આવશે. 
 
સંજય સિંહે કહ્યુ કે કેજરીવાલ વિરુદ્ધ આંદોલન યોગ્ય નથી. વરિષ્ઠ નેતાઓને પાર્ટી ફોરમમાં પોતાની વાત મુકવી જોઈએ. ચિઠ્ઠી લીક કરવા પર સંજય સિંહે કહ્યુ કે આ બધુ યોગ્ય નથી. પાર્ટી લોકો વચ્ચે મજાક બનતી જઈ રહી છે.   આપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક 4 માર્ચના રોજ થવાની છે. બેઠકમાં પાર્ટીના 21 વોટિંગ મેંબર જોડાશે. 
 
સૂત્રોના મુજબ આમ આદમીની અંદર ચાલી રહેલ ઘમાસાનને કારણે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ પર આફત આવી શકે છે. યોગેન્દ્ર યાદવે કહ્યુ કે આપ માં સંકટના સમાચાર રચવામાં આવી રહ્યા છે. અમારા વિરુદ્ધ આરોપ મઢવામાં આવી રહ્યા ચ હે અને ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. આ બધા સમાચાર કાલ્પનિક છે. પાર્ટીનેતા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ વિરુદ્ધ આપ અનુશાસન કમિટીમાં ફરિયાદ કરવામાં આવી છે.  
 
કાર્યકર્તાઓની ભાવનાનો ખ્યાલ રાખો 
 
સંજય સિંહે કહ્યુ કે જે લોકો કેજરીવાલને સંયોજક પદ પરથી હટાવવા માંગે છે તેમણે કાર્યકર્તાઓની ભાવનાનો ખ્યાલ નથી. જ્યારે કે યોગેન્દ યાદવે પોતાના ફેસબુક પેજ પર કહ્યુ કે દિલ્હીની જનતાએ અમને મોટી જીત આપી છે. આપણે આપણી નાની હરકતોથી પોતાની જાતને અને આ આશાને નાની ન થવા દેવી જોઈએ. પ્રશાંત ભૂષણે પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ કે પાર્ટી એક વ્યક્તિ પર કેન્દ્રીત ન હોવી જોઈએ. પાર્ટીમાં ફંડીગને લઈને પણ વાત કરવી જરૂરી છે.  
 
 
લોકપાલ રામદાસ પણ નારાજ છે 
AAPના આંતરિક લોકપાલ એડમિરલ રામદાસે પણ ચિઠ્ઠી લખીને પોતાની નારાજગી દર્શાવી. રામદાસે કેજરીવાલના સીએમ બન્યા પછી તેમના સંયોજક પદ પર રહેવા પર પણ સવાલ ઉઠાવ્યો.