શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ. , શુક્રવાર, 26 જૂન 2015 (11:21 IST)

ગુજરાતમાં ભયંકર પૂરથી 68ના મોત, જંગલમાંથી રોડ પર આવ્યો સિંહ

અરબ સાગર પર નિમ્બ દબાણના કારણે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલ ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. ભયંકર વરસાદને કારણે બુધવારે વાઘને જૂનાગઢ વિસ્તારના ગિરના જંગલમાંથી હાઈવે પર ફરતો જોવાયો. ગુજરાતના રાજકોટ અને અમરેલી જીલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સતત થઈ રહેલ વરસાદે ગુજરાતમાં અત્યાર સુધી 68 લોકોના જીવ લીધા છે. રાજકોટ અને અમરેલીમાં એયર ફોર્સ અને NDRFની ટીમો રાહત અને બચાવમાં લાગેલી છે.  બચાવ કાર્ય માટે અમરેલી માટે બે અને રાજકોટના ગોંડલ વિસ્તારનો હવઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. 
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુરૂવારે હેલીકોપ્ટર દ્વારા પ્રભાવિત વિસ્તારો પર નજર નાખી. આ ભારે વરસાદને કારણે જૂનાગઢ વિસ્તારમાં ગિરના જંગલોમાંથી વાઘ સહિત અનેક જંગલી જાનવર નીકળીને હાઈવે પર ફરતા જોવાયા. ગુજરાતના ગિરના જંગલોમાં વાધની સંખ્યા 523 છે. ગુજરાતના સૌરાષ્ટ્રના જંગલોના 20 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારની અંદર રહેલા સંરક્ષિત ક્ષેત્રોમાં લગભગ 7 હજાર નાના તળાવ અને કુંડ બનાવાય છે. અને તેની આસપાસ ફેસિંગ નથી. વરસાદને કારણે આ તળાવોનુ પાણી ઓવરફ્લો થઈને આસપાસના વિસ્તારોમાં આવી જાય છે. આ વર્ષે થયેલ ભયંકર વરસાદને કારણે પાણી સાથે જંગલી જાનવર પણ પાણીની સાથે વહીને હાઈવે પર આવી ગયા. લસાડમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયુ છે. રાજકોટમાં પૂરના પાણીમાં 1000 લોકો ફસાયા છે. રાજકોટના નીચલા વિસ્તારોમાંથી 4121 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. 
પૂરમાં અનેક ગામના લોકોની વહેવાની આશંકા છે. મોસમ વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. જેના કારણે બધા શિક્ષણ સંસ્થાનોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ  પૂરને કારણે અમરેલી જીલ્લામાં 36 લોકોના મોત થયા છે. રાજ્યના 32 જીલ્લાની 226 જીલ્લામાં ભારે વરસાદની નોંધણી થઈ છે. તેમા સૌથી વધુ વરસાદ લગભગ અઢી ફૂટ અમેરેલી જીલ્લાના બગસરામાં થઈ છે. ઈંડિયન એયરફોર્સ (IAF)ના હેલીકોપ્ટરે અમરેલીના નિકટ સ્ટેટ હાઈવે પર પૂરમાં ફસાયેલા 44 લોકોને સલામત કાઢી લીધા છે.  બીજી બાજુ રાજકોટમાં NDRFની ટીમે એક ગામમાં પાણીમાં ફસાયેલા 85 લોકોને સુરક્ષિત સ્થાનો સુધી પહોંચાડી દીધા છે.