શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 31 જુલાઈ 2015 (11:47 IST)

ભારત-બાંગ્લાદેશ સીમા સમજૂતી : દેશના 14 હજાર નવા નાગરિકોને નવા પિન કોડની ભેટ

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે જૂનમાં થયો જમીનની અદલા-બદલીનું ઐતિહાસિક સમજૂતી આજે રાત્રે 12 વાગ્યાથી લાગૂ થઈ જશે. આ સમજૂતીના લાગૂ થવાની સાથે ભારતની 111 કોલોનીઓ બાંગ્લાદેશની થઈ જશે અને વધુ બાંગ્લાદેશની 51 કોલોનીઓ ભારતની થઈ જશે. 
 
ભારતમાં જે રાજ્યોની કોલોનીઓની અદલા-બદલી થશે. તે છે અસમ, મેઘાલય, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ. એક અનુમાનના મુજબ. આ નિર્ણયની હદમાં આવનારી ભારતીય કોલોનીઓમાં લગભગ 37 હજાર લોકો રહે છે. બીજી બાજુ બાંગ્લાદેશી કોલોનીઓમાં 14 હજાર લોકો રહે છે. મતલબ દેશના આ નવા 14  હજાર નાગરિકોને નવા પિન કોડની ભેટ આજે મળશે.  
 
ભારતની કોલોનીઓમા રહેનારા લગભગ 37 હજાર લોકોમાંથી 980 લોકો જ ભારત પરત ફરી રહ્યા  અને આ બધા ગરીબ તબકે છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ બાંગ્લાદેશની યાત્રા દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ સમજૂતી જૂનમાં થઈ હતી. આ પ્રવાસની ખાસ વાત એ પણ હતી કે પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી પણ પ્રધાનમંત્રીની સાથે બાંગ્લાદેશ ગઈ હતી જ્યારે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના બાંગ્લાદેશ પ્રવસ સમયે તેમને જવાની ના પાડી દીધી હતી. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમજૂતીની તુલના બર્લિનની દીવાર પડવાની ઘટના સાથે કરતા કહ્યુ હતુ કે જો આ પ્રકારની સમજૂતી દુનિયામાં ક્યાય બીજે થઈ હોત તો તેને નોબેલ સન્માન મળતુ, પણ આપણો ગરીબ દેશ છે એટલે કોઈ નહી પૂછે. 
 
ભારત અને બાંગ્લાદેશની આ સમજૂતીને કારણે જ્યા બાંગ્લાદેશને 10 હજાર એકડ જમીન મળશે તો બીજી બાજુ ભારતને ફક્ત 500 એકડ જમીન મળશે.  
 
આ સમજૂતીને ભારતમાં મે મહિનામાં સંસદે પાસ કરી હતી. જેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં કહ્યુ હતુ કે ભારતની સંસદમાં બધા દળો દ્વારા પાસ કરાયેલ આ સમજૂતી દ્વારા જાણવા મળે છે કે બાંગ્લાદેશ અને ભારત કેટલા મુખ્ય સહયોગી છે. 
 
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે જમીનની અદલા-બદલીની પ્રથમ સમજૂતી 16 મે 1974ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મુજીબુર્ર રહેમાન વચ્ચે થઈ હતી. 
 
બાંગ્લાદેશની સંસદે આ સમજૂતીને 1974માં જ મંજુરી આપી દીધી હતી. પણ સમજૂતી માટે જમીનની અદલા-બદલી માટે ભારતમાં સંવિધાન સંશોધનની જરૂર થઈ. જેના કારણે સમજૂતીને છેલ્લુ રૂપ આપવામાં આટલો સમય લાગી ગયો.