1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 28 માર્ચ 2015 (12:38 IST)

AAP રાષ્ટ્રીય પરિષદ - અરવિંદ કેજરીવાલ ભાષણ આપીને બેઠકમાંથી નીકળ્યા

અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાંથી નીકળી ગયા. સૂત્રોના મુજબ જતા પહેલા તેમને મીટિંગમાં એક ભાવુક ભાષણ આપ્યુ. પ્રશાંત ભૂષણ-યોગેન્દ્ર યાદવની કિસ્મતનો નિર્ણય કાર્યકારિણીના બાકી સભ્ય કરશે.  
આ પહેલા આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક પહેલા હંગામો, નારાબાજી અને આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયો. મીટિંગ માટે ગયેલા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત વિરુદ્ધ જોરદાર નારેબાજી થઈ. કેજરીવાલ સમર્થક પોસ્ટર બેનર લઈને ઉભા હતા અને નારાબાજી કરી રહ્યા હતા. જેમા લખ્યુ હતુ, ગદ્દારોને પાર્ટીમાંથી બહાર કરો. અહી સુધી કે યોગેન્દ્ર સાથે ધક્કામુક્કી કરવામાં આવે અને અપશબ્દ પણ કહેવામાં આવ્યા. 
 
મીટિંગ દિલ્હીના કાપસહેડામાં થઈ રહી છે. રાષ્ટ્રીય પરિષદન કેટલાક સભ્યોને બેઠક માટે અંદર પણ ન જવા દેવામાં આવ્યા. જેના વિરોધમાં યોગેન્દ્દ્ર બહાર જ કેટલાક સમર્થકો સાથે ઘરણા પર બેસી ગયા. તેમની સાથે પ્રોફેસર આનંદ કુમાર પણ ધરણા પર બેસી ગયા.  બીજી બાજુ પ્રશાંત ભૂષણ અને શાંતિ ભૂષણ બંને બેઠક માટે અંદર હાજર હતા. થોડીવાર પછી યોગેન્દ્રની ધરણા ખતમ કરવામાં આવી પણ ગેટ પર તેમની ચર્ચા થતી રહી.  ત્યારબાદ યોગેન્દ્ર બેઠક માટે અંદર જતા રહ્યા. 
 
આ બેઠકમાં કેજરીવાલ જૂથે પાર્ટીના આંતરિક લોકપાલ એડમિરલ રામદાસને આવવાની ના પાડી દીધી છે. જેનુ કારણ બતાવાયુ છેકે તેઓ પાર્ટીના સભ્ય અને રાષ્ટ્રીય પરિષદમાં નથી. જેને લઈને યોગેન્દ્રએ નિરાશા વ્યક્ત કરી. 
 
યોગેન્દ્રએ કહ્યુ કે પાર્ટીમાં જે થઈ રહ્યુ છે તે ખૂબ નિરાશાજનક અને દુર્ભાગ્યપુર્ણ છે. સભ્યોને બેઠકમાં ભાગ નથી લેવા દેવાતો.  હુ અહી ત્યા સુધી ઉભો રહીશ જ્યા સુધી અંતિમ સભ્યને મીટિંગ માટે પ્રવેશ નથી આપવામાં આવતો.  મને આજે જ એડમિરલ રામદાસનો પત્ર મળ્યો છે. જેમા તેમણે કહ્યુ છેકે પાર્ટી મહાસચિવે તેમને બેઠકમાં ન આવવાનું કહ્યુ છે.  
 
આજે આર-પારનો દિવસ છે. શુક્રવારે પાર્ટીમાં એક વધુ સ્ટિંગ બોમ ફૂટ્યા પછી જ ખુદ પાર્ટીના મુખિયા અને દિલ્હીએના સીએમ અરવિંદ કેજરીવાલ ઘેરાય ગયા છે.  આ જ પડકારો વચ્ચે પાર્ટીની મુખ્ય બેઠક થઈ રહી છે. બેઠકની અધ્યક્ષતા કેજરીવાલ કરી રહ્યા છે અને જેની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવશે.