શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (11:00 IST)

આતંકીઓને મારવા માટે આતંકી બનવુ સારુ - પર્રિકર

રક્ષા મંત્રી મનોહર પર્રિકરે આતંકવાદના ખાત્માને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે. પર્રિકરે કહ્યુ કે આતંકવાદીઓને મારવા માટે આતંકી બનાવવામાં શુ વાંધો છે. એક ઈંટરવ્યુમાં તેમણે કહ્યુ કે અનેક લોકો પૈસાની લાલચમાં આવીને આતંકવાદી બની જાય છે.  જો આવા લોકો છે તો પછી તેનો ઉપયોગ કેમ ન કરી શકાય. 
 
તેમણે કહ્યુ કે આતંકવાદીઓ વિરુદ્ધ આતંકી ઉપયોગ કરવામાં શુ નુકશાન છે. અમારા સૈનિક જ કેમ જઈને લડે. આતંકવાદીઓ વિરુદ્ધ અમારી રણનીતિની પ્રાથમિકતા તેમને ઓળખવા અને પછી બેઅસર કરવાની છે.  આતંકીઓને મારવા માટે ગુપ્ત માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે. 
 
રક્ષા મંત્રીએ કહ્યુ કે મોદી સરકારના સત્તામાં આવ્યા પછી સીમા પર પર ઘુસણખોરી ઓછી થઈ છે. અને ગુપ્ત પ્રણાલી મજબૂત બની છે. સેનાને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ઘુસપેઠની કોશિશ કરે તેનો સફાયો કરી દેવામાં આવે. જો કે સેનાને એ સાવધાની રાખવા પણ કહેવામાં આવ્યુ છે કે આ પ્રકારના અભિયાનમાં જીવનુ જોખમ ન હોય અને કોઈ ભારતીય જવાન શહીદ ન થાય. 
 
તેણે કહ્યુ કે બંદૂક લઈને આવનારા આતંકવાદીની સાથે માનવીયતાનો વ્યવ્હાર નથી કરી શકાતો. તેઓ દરેક હાલતમાં સેનાની સાથે ઉભા રહેશે. સેના પાસે ગોળા બારૂદની કમી વિશે તેમણે કહ્યુ કે હવે સ્થિતિમાં સુધાર થયો છે અને તેને વધારવા માટે આયુધ ફેક્ટરીઓમાં સસાધન એકત્ર કરવામાં આવી રહ્યા છે.