શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 નવેમ્બર 2014 (16:30 IST)

ચીનની મોબાઈલ કંપની પુરૂ કરશે મોદીનું સપનું

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક ઈન ઈંડિયા યોજનાને ટૂંક સમયમાં જ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. આખી દુનિયામાં ધૂમ મચાવનારી ચાઈનાની મોબાઈલ કંપની શાઓમી પોતાની ડિવાઈસને ભારતમાં બનાવવાની યોજના બનાવી રહી છે. 
 
એવા આશા બતાવાઈ રહી છેકે આ મોબાઈલ કંપની પોતાના ડિવાઈસ બનાવવા માટે નોકિયાના બેકાર પડેલા કારખાનાનો ઉપયોગ કરી શકે છે 
 
ઉલ્લેખનીય છે કે શાઓમી દુનિયાની ત્રીજી સૌથી મોટી મોબાઈલ વેચનારી કંપનીઓમાંથી એક છે અને ઝડપથી પોતાનો વિસ્તાર કરી રહી છે. 
 
ભારતમાં શાઓમીના હેડ મનુ જૈને જણાવ્યુ.. 'અમે ભારતના મૈન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિસ્તારની શરૂઆત કરી રહ્યા છે. ભારત એક મોટો બજાર છે અને અમે અમારા ગ્રાહકોને નિકટથી જોવા માંગીએ છીએ. 
 
જો આ યોજના પોતાના મુકામ સુધી પહોંચે છે તો આ પહેલી તક હશે જ્યારે ચીનની અગ્રણી ડિવાઈસ મેકર કંપની ભારતમાં પોતાના ઉત્પાદનો બનાવશે અને મોદીને મેક ઈન ઈંડિયા કૈપેનને વધુ બળ આપશે. 
 
ભારતીય ફોન નિર્માતા કંપની, માઈક્રોમેક્સ જે પહેલા ચીનમાં પોતાના ઉત્પાદોનુ નિર્માણ કરતી હતી તેમા પણ હવે આ વર્ષ એપ્રિલની શરૂઆતથી ભારતમાં સ્માર્ટ ફોનનુ નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. 
 
શાઓએ વર્ષ 2014ની બીજી ત્રિમાસિકમાં સેમસંગને પછાડીને ચીનના સૌથી મોટા સ્માર્ટફોન પર કબજો જમાવ્યો હતો. આ કંપની ચીનમાં પોતાના સપ્લાયરના માધ્યમથી ભારતમાં ફોન મંગાવે છે.  આ વર્ષે જુલાઈમાં લોંચ થયેલ આ બ્રાંડના 8 લાખ ફોન ભારતમાં વેચાય ચુક્યા છે. 
 
ઈ-ટ્રેલર જેબાંગના કો ફાઉંડર રહી ચુકેલ મનુ જૈને જો કે નોકિયાના બંધ પડેલા કારખાનાના ઉપયોગને લઈને સત્તાવાર પુષ્ટિ કરી નથી. જ્યારે  તેમને આ વિશે પુછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે અમે આ વિશે હજુ વધુ વિચાર્યુ નથી.  
 
જૈને કહ્યુ કે સ્થાનીય સ્તર પર નિર્માણ કરવાથી કંપનીના ઉત્પાદો અને પ્રતિસ્પર્ધા બનાવવામાં મદદ મળશે. પોતાની રણનીતિ હેઠળ શાઓમી ઈચ્છે છે કે તેઓ પોતાના પ્રતિસ્પર્ધકો (સેમસંગ અને એપ્પલ)ની તુલનામાં સસ્તા અને ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદોને લોંચ કરે.