શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી. , શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (10:06 IST)

ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર.. 30 લોકોના મોત

સમગ્ર ઉત્તર ભારત આ સમયે ઠંડીથી ધ્રુજી રહ્યુ છે. દિલ્હી એનસીઆરની સાથે સાથે દેશના અનેક શહેરોમાં શરદી અને ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થવાથી જનજીવન પર બ્રેક લાગી ગઈ છે. સુથી વધુ મુસીબત સવારે શાળા જનારા બાળકો અને ઓફિસ જનારા લોકોને થઈ રહી છે.  હવામાન વિભાગ મુજબ આવનારા થોડા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધી જશે. 
 
રાજધાની દિલ્હીમાં પારો 7 ડિગ્રી સુધી નીચે આવી ગયો. વિચાર કરો જેમને માટે રહેવાનું ઘર છે તેમના હાલ ઠંડીથી આટલા ખરાબ છે તો જેવો રૈન બસેરામાં રાત પસાર કરવા મજબૂર છે તેવા બેઘર લોકોની શુ હાલત થતી હશે. ધુમ્મસને કારણે દિલ્હી આવનારી અને દિલ્હીથી જનારી ટ્રેનો મોડી ચાલી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીથી 30 લોકોના મોત થઈ ગયા છે. અગ્રણી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હલ્દાનીમાં બે, નૈનીતાલમાં 3, ભીમતાલ અને બાગેશ્વર વિસ્તારમાં 6 અને કુમાઓ વિસ્તારમાં સરેરાશ 13 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. આ વિસ્તારોમાં હાલ ઘણાં ટુરિસ્ટો પણ ફસાયેલાં છે. અહિંના સ્થાનિક લોકોનું કહેવું છે કે ડિસેમ્બર મહિનામાં કદી આ વિસ્તારોમાં બરફ પડ્યો નથી. અલ્મોડા અને પિથૌરાગઢ વિસ્તારનું તાપમાન 1 ડિગ્રીથી માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. 
 
પંજાબમા અનેક શહેરોમાં ઠંડીથી મુસીબત વધી ગઈ છે. ધુમ્મસથી રસ્તા પર ગાડીઓ ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી રહી રહી છે. અહી તાપમાન 2 ડિગ્રી સુધી ગબડી ગયુ. રાજસ્થાનમાં ઠંડીથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે.  અહી ધુમ્મસથી અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે.  રાજધાની જયપુરમાં સૌથી ઓછુ તાપમાન 5 ડિગ્રી નોંધાયુ છે. પર્યટક સ્થળ માઉંટ આબુમાં તાપમાન 1 ડિગ્રી છે. ઉદયપુરમાં તાપમાન 3 ડિગ્રી છે. 
 
જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તાર્માં સતત બરફ વરસી રહ્યો છે. અહી લેહ. કારગિલ અને લદ્દાખ ક્ષેત્રમાં તાપમાન માઈનસ 14 ડિગ્રી સુધી ગબડી ગયુ છે. શ્રીનગરમાં પારો 4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.  જો કે ગુલમર્ગ પહેલગામ જેવા પર્યટક સ્થળોમાં લોકો બરફની વર્ષાનો આનંદ ઉઠાવે રહ્યા છે. ઉત્તરાખંડમાં બરફ પડવાથી રસ્તા બંધ થઈ ગયા છે અલમોડાને રાજ્યના જુદા જુદા ભાગો સાથે જોડનારો મોટાભાગના રસ્તા બંધ છે. હિમાચલ પ્રદેશમાં હાડકા કંપાવી દેનારી ઠંડી પડી રહી છે. કુલ્લુ-મનાલીમાં છેલ્લા એક અઠવાડિયાથી લાઈટ નથી. કુલ્લુમાં તો લગભગ 300 રસ્તા બરફવર્ષાને કારણે બંધ પડ્યા છે. હિમાચલના અનેક વિસ્તારોમાં તાપમાન 1 ડિગ્રીની આસપાસ ચાલી રહ્યુ છે. હવામાન વિભાગ મુજબ આવનારા થોડા દિવસ ઉત્તર ભારત માટે મુશ્કેલીભર્યા હોઈ શકે છે.