શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના. , શનિવાર, 3 ઑક્ટોબર 2015 (12:36 IST)

બીફ ખાવુ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી યોગ્ય નથી - લાલૂ યાદવ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ યાદવે આજે દાદરી કાંડ પર નિવેદન આપતા કહ્યુ કે કોણ શુ ખય છે તેને લઈને કોઈની હત્યા નથી કરી શકાતી. આ સાંપ્રદાયિક હિંસા છે. ભાજપા આ પ્રકારની હિંસાને ફેલાવવા માટે જવાબદાર છે. તેમને કહ્યુ કે શુ હિંદુ માંસ નથી ખાતા ? જે માસ ખાય છે તેમને માટે બીફ શુ ને બકરો શુ ? 
 
હા હુ એ જરૂર કહીશ કે બીફ ન ખાવુ જોઈએ કારણ કે એ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સારુ નથી હોતુ. તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. પણ તેનો મતલબ એ નથી કે જો કોઈ બીફ ખાય તો તેની હત્યા કરવામાં આવે.