શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 સપ્ટેમ્બર 2015 (12:34 IST)

બુદ્ધની શરણમાં પીએમ મોદી, સીએમ નીતીશ રિસીવ કરવા પણ નહી ગયા

બોઘગયાના મહાબોધિ મંદિર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. મંત્રોચ્ચારણ સાથે મોદીએ અહી પૂજા અર્ચના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોઘગયાના મહાબોધિ મંદિર પ્રાંગણમાં શાંતિનો ઉદ્દઘોષ કરશે. અહી તેઓ આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કૉન્ક્લેવમાં ભાગ લેશે. તેમા ભાગ લેવા માટે 70 દેશોના 222 પ્રતિનિધિ અહી પહોંચ્યા છે. મોદી બોઘ ગયા વૃક્ષની પાસે પણ પૂજન કરવા પહોંચ્યા. તેમણે ત્યા થોડીવાર આસન પર ધ્યાન પણ લગાવી લીધુ છે.  અહી બૌદ્ધ ભિક્ષુ સૂત્રપાઠ કરી રહ્યા છે. 
 
પ્રધાનમંત્રી વૈશ્વિક સંઘર્ષને ઓછો કરવા અને પર્યાવરણ જાગૃતતા વિષય પર વિવેકાનંદ ઈંટરનેશનલ ફાઉંડેશન દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌથી વધુ વિદેશી મહેમાનો વચ્ચે પોતાની વાત મુકશે.  બીજી બાજુ મોદીના આગમનના વિરોધમા નક્સલીઓએ આહ્વાન કરવામાં આવ્યુ છે. ગયાના દૂરદૂરના વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે. વાહન ચાલી નથી રહ્યા. 
 
સમાચાર મુજબ સભા સ્થળ પર વિદેશી પ્રતિનિધિમંડળ પહોંચી ગયુ છે. સભા સ્થળ પર ગુજરાત સરકારનુ વિઝુઅલ ડિસ્પ્લે પણ જોવામાં આવી રહ્યુ છે. અહી પર એક પોસ્ટર પ્રદર્શની લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બોઘગયા મંદિરમાં એક પ્રધાનમંત્રીના રૂપમા ફક્ત જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેઈ અત્યાર સુધી આવ્યા છે. 
 
મુખ્ય સચિવ અંજની કુમાર સિંહ અને ડીજીપી પીકે ઠાકુર મુજબ મંદિરના ખૂણે ખૂણે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ડીએમ કુમાર રવિ અને એસએસપી નિશાંત કુમાર તિવારીએ પ્ણ બીટીએમસીના અધિકારીઓ સાથે સુરક્ષાની કમાન સાચવી છે. આખા મંદિરના પ્રાંગણ પર ડ્રોન કેમરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે.