શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (17:06 IST)

ભારતના 20 સ્માર્ટ સિટીની જાહેરાત થઈ...ગુજરાતના બે શહેરોનો સમાવેશ

સ્માર્ટ સિટીના રૂપમાં વિકસિત કરાનારા પ્રથમ 20 શહેરોની જાહેરાત આજે કરવામાં આવી છે. આ લિસ્ટમાં ભુવનેશ્વર, પુણે, જયપુર, સુરત, અમદાવાદ, જબલપુર, વિશાખાપટ્ટનમ, કોલ્હાપુર અને ચેન્નઈનો સમાવેશ છે.  10 ખાસ વાતો પાંચ વર્ષમાં શહેરોના વિશ્વસ્તરીય ઈંફ્રાસ્ટ્રક્ચર અને વાતાવરણ આપવા માટે 3 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. 
 
1. ભુવનેશ્વર (ઓડિશા), 2. પુણે (મહારાષ્ટ્ર), 3. જયપુર (રાજસ્થાન), 4. સૂરત (ગુજરાત), 5. કોચ્ચિ(કેરલ), 6. અમદાવાદ (ગુજરાત), 7. જબલપુર (મધ્યપ્રદેશ) 8. વિશાખાપટ્ટનમ, 9. સોલાપુર(મહારાષ્ટ્ર), 10. ધવનગિરિ(કર્ણાટક), 11. ઈન્દોર (મધ્યપ્રદેશ), 12. નવી દિલ્હી નગર નિગમ(એનડીએમસી) 13. કોયંબટૂર(તમિલનાડુ), 14. કાકીનાડા (આંધ્રપ્રદેશ), 15. બેલગામ (કર્ણાટક), 16. ઉદયપુર(રાજસ્થાન), 17. ગુવાહાટી(અસમ), 18 ચેન્નઈ (તમિલનાડુ), 19 લુધિયાણા ( પંજાબ), 20. ભોપાલ (મધ્યપ્રદેશ) 
 
વૈકૈયા નાયડૂએ કહ્યુ કે કશુ પણ દિલ્હી દ્વારા ડિસાઈડ નથી કરવામાં આવ્યુ. ન તો દિલ્હી એ તેને ડિઝાઈન કર્યુ છે. જે કશુ પણ થઈ રહ્યુ છે કે થવાનુ છે તે શહેરી સ્તર પર સ્થાનીક સંસ્થાઓ દ્વારા થવાનુ છે. લોકોની તેમા ભાગીદારી ખૂબ જરૂરી છે. પીએમ મોદી આ વાતમાં વિશ્વાસ મુકે છે કે આખા દેશનુ ટ્રાંસફોર્મેશન કરવામાં આવે. આ હેઠળ પ્લાનિંગ કમીશનને નીતિ આયોગ કરવામાં આવી. 
 
શહેરી વિકાસ મંત્રી નાયડૂએ કહ્યુ, આ શહેરોમાં પાણી અને વીજળી પુરવઠો, સફાઈ અને ઠોસ કચરો પ્રબંધન, મુકમ્મલ શહેરી અવરજવર અને સાર્વજનિક પરિવહન, આઈટી સંપર્ક, ઈ-ગવર્નેસ દ્વારા બુનિયાદી સુવિદ્યાઓ અને નાગરિકી ભાગીદારી વિકસિત કરવામાં આવશે. 
 
પછીના વર્ષોમાં સરકાર 40 શહેરોની જાહેરાત કરશે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશમાં 100 સ્માર્ટ શહેર વિકસિત કરવાની યોજના હેઠળ સ્માર્ટ શહેરના રૂપમાં વિકસિત કરવામાં આવશે. 
 
દુનિયામાં લગભગ આ પહેલી વાર છે કે ઈંવેસ્ટમેંટ શહેરોની પસંદગીના આધાર પર થઈ રહ્યુ છે. જનસંખ્યાના આધાર પર જોવા જઈએ તો આ 20 શહેરોની વસ્તી 3.54 કરોડ છે. 
 
સેલેક્ટ પ્રક્રિયા દરમિયાન દરેક રાજ્યને એક નંબર આપવામાં આવ્યો છે. જે ત્યાની શહેરી જનસંખ્યા અને બીજા કારકો પર નિર્ભર છે. સૌથી વધુ વસ્તીવાળા અને રાજનીતિના રૂપમાં મહત્વપુર્ણ રાજ્ય યૂપીમાં સૌથી વધુ 13 સ્માર્ટ સિટી બનાવવાની યોજના છે. 
 
જાણો ક્યા બનશે કેટલી સ્માર્ટ સિટી 
 
- ઉત્તર પ્રદેશ : 13 શહેર
- તમિલનાડુ : 12 શહેર
- મહારાષ્ટ્ર : 10 શહેર
- મધ્ય પ્રદેશ : 7 શહેર
- ગુજરાત : 6 શહેર
- કર્ણાટક : 6 શહેર
- પશ્ચિમ બંગાળ : 4 શહેર
- રાજસ્થાન : 4 શહેર
- આંધ્રપ્રદેશ, બિહાર,પંજાબ : 3 શહેર
- છત્તીસગઢ, તેલંગાના, ઓડિશા, હરિયાણા - 2 શહેર
- દિલ્હી, કેરલ, ઝારખંડ, ગોવા, હિમાચલ પ્રદેશ - એક શહેર  
- અરુણાચલ પ્રદેશ, મણિપુર, અસમ , મેઘાલય, મિજોરમ, નાગાલેંડ - એક શહેર
- સિક્કિમ, ત્રિપુરા, ચંડીગઢ, અંડમાન-નિકોબાર, પોંડિચેરી - એક શહેર
- ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દાદરા-નગર હવેલી, દમન-દીવ, લક્ષદ્વીપ - એક શહેર