શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (14:03 IST)

મુલાયમસિંહ યાદવે શિવપાલ યાદવનુ રાજીનામુ અસ્વીકાર કર્યુ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે પાર્ટીની રાજ્ય એકમના અધ્યક્ષ પદ પરથી શિવપાલ યાદવનુ રાજીનામુ અસ્વીકાર કરી દીધુ છે. ગુરૂવારે તેમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ અને અખિલેશ મંત્રીમંડળ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. 
 
મુલાયમ સિંહ યાદવના ભાઈ શિવપાલના રાજીનામા પછી જ સમાજવાદી પાર્ટીનુ સંકટ ગહેરાઈ ગયુ છે. 
 
આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે શિવપાલ યાદવ પાસેથી અનેક મંત્રાલય છીનવી લીધા હતા. ત્યારબાદ રાજનીતિક અટકળબાજીનો બજાર ગરમ થઈ ગયો હતો. 
 
મંત્રાલય છીનવાય ગયા પછી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહે અખિલેશને હટાવીને પ્રદેશ અધ્યક્ષ પદ શિવપાલ યાદવને સોંપી દીધુ હતુ. પણ ગુરૂવારે તેમણે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી પણ રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદથી જ શિવપાલ યાદવના સમર્થક અને અનેક ધારાસભ્ય તેમના રહેઠાણ પર જમા થવા લાગ્યા હતા. 
 
બધા રાહ જોઈ રહ્યા હતા કે પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવ તેમના રાજીનામા પર શુ નિર્ણય લે છે. શુક્રવારે શિવપાલ યાદવ સાથે મુલાકાત પછી મુલાયમ સિંહે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ નામંજૂર કરી દેવામાં આવ્યુ છે. 
 
આ અગાઉ  ગુરૂવારે સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે કહ્યુ હતુ કે પાર્ટી નેતૃત્વએ અખિલેશને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવવાની ભૂલ કરી છે. રામગોપાલ યાદવનુ પણ કહેવુ હતુ કે કેટલીક ગેરસમજોને કારણે મતભેદ વધી ગયો છે. તેમણે કહ્યુ કે જો મુલાયમ માંગી લેતા તો મુખ્યમંત્રી રાજીનામુ આપી જ દેતા.