શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (12:59 IST)

અમદાવાદમાં સ્વાઈન ફ્લુને કારણે ધારા 144

ગુજરાતમાં સ્વાઈન ફ્લુને કારણે આ વર્ષના અંત સુધી 219 લોકોને પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જ્યારે કે દર્દીઓની સંખ્યા 3500 આંકડા પાર કરી ગઈ છે.  મંગળવારે રાજ્યામં સ્વઈન ફ્લુના 190 નવા મામલા સામે આવ્યા અને 12 લોકોના મોત થયા. જેમા 100થી વહુ મામલા માત્ર અમદાવાદના જ હતા. ધારા 144 લાગુ થવાને કારણે અમદાવાદમાં થનારા સંગીત સમારંભ પાર્ટીયો અને મેરાથન રદ્દ કરી દેવામાં આવી છે. 
 
લગ્ન સમારંભને છૂટ 
સરકરે એક નિવેદનમાં કહ્યુ છે કે બીમારીના ફેલાવો રોકવા માટે ધારા 144 લાગુ કરવામાં આવી છે અને હવે અનુમતિ વગર એક સ્થાન પર પાંચ લોકોને એકત્ર થવા પર રોક રહેશે. 
 
સ્વાઈન ફ્લુ 
 
અમદાવાદના જીલ્લા કલેક્ટ્રેટના મુજબ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફ્લુના મામલા વધી ગયા છે. સ્વાઈન ફ્લુનો વાયરસ સંક્રામક છે અને સામાન્ય રીતે ગીર્દીવાળા સ્થાન પર હવ આ દ્વારા ફેલાય છે. 
 
જોકે વિવાહ સમારંભ અને શબ યાત્રાઓ ધારા 144 ના નિયમ હેઠળ બહાર રહેશે. 
 
પ્રશાસનના સાર્વજનિક સમારંભને રદ્દ કે સ્થગિત કરવાની સલાહ આપવામાં આવી છે. એવુ ન કરવા પર આયોજકો માટે અધિકારીઓ પાસેથી આની પહેલા પરમિશન લેવી જરૂરી રહેશે.  એટલુ જ નહી આવો આદેશ આપવામાં આવ્યો છે કે હોર્ડિગ્સ અને પોસ્ટર્સ દ્વારા લોકોના બચાવ સંબંધી સાવધાની રાખવાનુ કહેવામાં આવે.  
શાળાના બાળકોનુ મોત 
 
ગુજરાતના સ્વાસ્થ્ય રાજ્યમંત્રી શંકર ચૌધરી પણ સ્વાઈન ફ્લુની ચપેટમાં છે. થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાને પણ સ્વાઈન ફ્લુ થઈ ગયુ હતુ. અમદાવાદમાં શાળા અને કોલેજોમાં જે વિદ્યાર્થીઓને ખાંસીની ફરિયાદ હતી તેમને રજા આપવામાંઆવી છે. બીમારીથી મરનારાઓમાં અનેક શાળાના બાળકોનો પણ સમાવેશ છે.  ગુજરાતમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સરકારની આ મામલામાં જોરદાર આલોચના કરી છે. જો કે આનંદીબેન પટેલની સરકારનો દાવો છે કે આ મામલામાં દરેક જરૂરી અને સાવધાનીના પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.  
 
ગુજરાતમાં સ્વાઈન ફ્લુ પહેલા પણ હાહાકાર મચાવી ચુક્યો છે. 2009માં અહી સ્વાઈન ફ્લુથી 125 લોકોના મોત થઈ ચુક્યા હતા. જ્યારે કે 2010માં આ આંકડો 363 સુધી પહોંચ્યો હતો. 

સૌજન્ય - બીબીસી