શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (11:45 IST)

ભારતીય મુસલમાનોની દેશભક્તિ પર આંગળી નથી ચીંધી શકાતી - નરેન્દ્ર મોદી

. પીએમ બન્યા પછી પોતાના પ્રથમ ઈંટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ભારતના મુસલમાનોની દેશભક્તિ પર સવાલ નથી ઉઠાવી શકાતો. સીએનએનને આપેલ આ ઈંટરવ્યુમાં તેમણે કહ્યુ કે, "ભારતનો મુસલમાન દેશ માટે પોતાની જીવ પણ આપી શકે છે.  અલ કાયદાને આનો ભ્રમ છે કે ભારતીય મુસલમાનો તેમની વાતોમાં આવીને બહેકી જશે.' 
 
આ મહિને અમેરિકાના પ્રવાસ પર જનારા મોદીએ ભારત અને અમેરિકાના સંબંધો પર જોર આપ્યો. તેમણે કહ્યુ કે બંને દેશો વચ્ચે ઐતિહાસિક સમાનતાઓ છે. 
 
જો કે ભારતીય પ્રધાનમાંત્રીએ આ વાત સ્વીકાર કરી કે વીતેલા સમયમાં બંને દેશોના સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. સાથે જ તેમણે વિશ્વાસ બતાવ્યો કે બંને દેશના સંબંધોએ ઈકવીસમી સદીમાં એક નવો આકાર લીધો છે. તેમણે કહ્યુ, "મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકા વાસ્તવિક સામરિક ભાગીદારી વિકસિત કરી શકે છે." 
 
તેમણે આગળ કહ્યુ 'ભારત-અમેરિકા સંબંધોએ દિલ્હી અને વોશિંગટનના સીમિત દાયરામા ન જોવો જોઈએ. બંને દેશોને ખબર છે કે તેમના સંબંધોનો દાયરો ખૂબ મોટો છે."

મોદીએ કહ્યુ કે ભારતીય મુસલમાન અલકાયદાના ઈશારાઓ પર નાચવાના નથી. ભારતીય મુસલમાન ભારત માટે જીવે છે અને તેઓ ભારત માટે જ મરશે. ભારતીય મુસલમાન ક્યારેય ભારતનુ ખરાબ નહી ઈચ્છે. 
 
શિયા ઘર્મ ગુરૂ કલ્વે જબ્બાદે મોદીના વખાણ કર્યા જ્યારે કે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્યા છે.