શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 20 ડિસેમ્બર 2014 (18:10 IST)

જાણો જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં એક્ઝિટ પોલના પરિણામ

જમ્મુ કશ્મીર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુર્ણ થતા જ જુદા જુદા ચેનલો અને એજંસીઓના એક્ઝિટ પોલ્સના પરિણામો સામે આવવા લાગ્યા છે. જેમા ઝારખંડમાં બીજેપીની  પ્રચંડ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં બીજેપી પોતાના મિશન પ્લસ 44ના અડધા સુધી જ માંડ પહોંચી છે. અહી પીડીપી સૌથી મોટી પાર્ટી બનતી દેખાય રહી છે.  
 
એબીપી-નીલસનના એક્ઝિટ પોલના શરૂઆતી પરિણામો મુજબ ઝારખંડની 81 સભ્યવાળી વિધાનસભામાં મોદી લહેર પર સવાર બીજેપીને 52 સીટોનુ પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવી શકે છે. ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધનમાં કોંગ્રેસને 7 આરજેડીને 1 અને જેડીયૂને 1 સીટ મળવાનુ અનુમાન છે. 
 
બીજી બાજુ ઈંડિયા ટુડે અને CICEROના એકઝિટ પોલમાં પણ ઝારખંડમાં બીજેપીને બહુમત મળવાની શક્યતા બતાવાઈ છે. આ એકઝિટ પોલ મુજબ કોંગ્રેસને 7-11 બીજેપી ગઠબંધનને 41 થી 49. જેએમએમને 15 થી 19 અને અન્યને 8થી 12 સીટો મળી શકે છે. 
 
ન્યૂઝ એક્સ  (NWS)- વોટર મુજબ ઝારખંડમાં બીજેપીને 37-45 જીમએમને 15-23 કોંગ્રેસને 3-7. જેવીએમને 4-8 અને અન્યને 7-13 સીટો મળી શકે છે.