શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (14:42 IST)

જયલલિતા દોષી સાબિત, CM પદ છોડવુ પડશે

આવકથી વધુ સંપત્તિ બાબતે 18 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ શનિવારે બેંગલુરૂની વિશેષ કોર્ટે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા અને તેમના ત્રણ સહયોગીઓ વિરુદ્ધ સુનાવણીમાં આજે જયલલિતાને દોષી સાબિત કર્યા. જયલલિતાનો દોષ સિદ્ધ થયા પછી હવે સજાનુ એલાન 3 વાગ્યે થશે.  
 
દોષી સાબિત થયા બાદ આ બાબતે જયલલિતાને ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. ત્યારબાદ તેમને મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવુ પડશે. જો કે જયલલિતા આ બાબતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ફરીથી સંકટને ટાળી શકે છે. 
 
 
જયલલિતા આજે એક વિશેષ કોર્ટ સમક્ષ રજુ થવા માટે વિશેષ વિમાનથી ચેન્નઈથી બેંગલુરૂ આવી. તેમની સાથે તેમના નિકસ્થ સહયોગી અને આ મામલાના અન્ય આરોપી શશિકલા નટરાજન અને ઈલાવરાસી પણ હતી.