શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગલુરુ , શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (17:25 IST)

જયલલિતાને 4 વર્ષની જેલ અને 100 કરોડ નો દંડ

. એઆઈએડીએમકેની મુખ્ય અને તમિલનાડુની સીએમ જયલલિતાને બેંગલુરૂની વિશેષ કોર્ટે આવકથી વધુ સંપત્તિના 18 વર્ષ જુના મામલામાં દોષી સાબિત કરીને ચાર વર્ષની જેલની સજા આપી છે. અહીની વિશેષ કોર્ટના જજ જૉન માઈકલ ડી કુન્હાએ નિર્ણય સંભળાવ્યો. તેમને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.  નિર્ણય આવતા જ જયલલિતાના સમર્થક ઉગ્ર બની ગયા અને જીવ આપવા લેવા ઉતાવળા થઈ ગયા. તેમણે ચેન્નઈમાં ડીએમકે પ્રમુખ કરુણાનિધિના ઘરની બહાર પથ્થર મારો કર્યો.  ચેન્નઈમાં જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકેના સમર્થક અને કરુણાનિધિની પાર્ટી ડીએમકેના સમર્થક પરસ્પર લડી પડ્યા. જયલલિતાના અનેક સમર્થક પોતાનો જીવ આપવા તૈયાર છે.  પોલીસે  બે કાર્યકર્તાઓને આત્મહત્યા કરતા રોકી લીધા. તિરુપૌર જીલ્લામાં જયાની પાર્ટીના એક કાર્યકર્તાએ ખુદને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો.  પણ તેમને બચાવી લેવાયા. પાર્ટી મુખ્યાલયોની સુરક્ષા વધારી દીધી છે. 
 
જય લલિતા વિરુદ્ધ શુ છે મામલો 
 
જયલલિતા વર્ષ 1991-96માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારબાદ તેમની સંપત્તિ આવકથી વધારે 66 કરોડ થઈ હોવાનો આરોપ છે. તેમના નિકટતમ શશિકલ નટરાજન, તેમના સંબંધી ઈલવરાસી, તેમના ભત્રીજા અને જયલલિતા દ્વારા દત્તક લીધેલ પુત્ર સુધારક સહિત અન્ય લોકોને આ મામલે આરોપી બનાવવામાં આવ્યા છે. તમિલનાડુ સતર્કતા અને ભ્રષ્ટાચાર નિરોધક વિભાગે આ મામલે ચેન્નઈની વિશેષ અદાલતમં વર્ષ 1996માં કેસ દાખલ કર્યો હતો.
 
છાપો પાડવા દરમિયાન 28 કિલો સોનુ મળ્યુ 
 
1996માં જ્યારે જયલલિતાના ઘરે છાપો માર્યો હતો ત્યારે 896 કિલો ચાંદી 28 કિલો સોના 10 હજાર સાડીયો 750 ચંપલ અને 51 ઘડિયાલ જપ્ત થઈ હતી.  
 
હવે શુ થશે 
 
- જયલલિતાની વિધાનસભાની સદસ્યાતા રદ્દ થઈ જશે 
- તેમને મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે 
- તેઓ દસ વર્ષ સુધી ચૂંટણી નહી લડી શકે 
- તેઓ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. જો ત્યાથી તે મુક્ત થઈ ગઈ તો તે ચૂંટણી લડી શકશે.  
 
રાજનીતિક અસર 
 
- પાર્ટી પર જયલલિતાની પકડ ઘટશે. પાર્ટી સામે નેતૃત્વ સંકટ ઉભુ થઈ શકે છે 
- નવા મુખ્યમંત્રી પસંદ થશે. જેની સામે સૌથી મોટો પડકાર પાર્ટી પર પકડ બનાવવાની હશે. 
- કેન્દ્રમાં રાજ્યસભામાં એઆઈએડીએમકે સાંસદોના વલણ એનડીએ તરફ વળી શકે છે.  
- તમિલનાડુમાં ભાજપાને રાજ્યમાં જમીન બનાવવામાં મળનારો પડકાર થોડો ઓછો થઈ શકે છે.