શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કાઠમાંડૂ. , મંગળવાર, 28 એપ્રિલ 2015 (11:04 IST)

ભૂકંપ : પોતાના સ્થાન પરથી 10 ફુટ દક્ષિણમાં સરક્યુ કાઠમાંડૂ

નેપાળમાં ગયા શનિવારે આવેલ ભીષણ ભૂકંપથી ફક્ત બરબાદી જ નથી થયુ પણ નેપાળમાં ભૌગોલિક ફેરફાર પણ આવ્યો છે. વૈજ્ઞાનિકો મુજબ કાઠમાંડૂ 30 સેકંડમાં પોતાની ધૂરી પરથી 10 ફુટ દક્ષિણ તરફ ખસકી ગયુ છે.  આ સાથે જ પૃથ્વીના એક મોટા ભૂ-ભાગમાં પણ ફેરફાર નોંધાવ્યો છે. વાડિયા ભૂ વિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનિકોના નાસાના હવાલાથી આ માહિતી આપી છે. 
 
ભૂકંપના કંપનમાં 1689 પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલી ઉર્જા 
 
વૈજ્ઞાનિકો મુજબ નેપાળમાં રિક્ટર સ્કેલ પર 7.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ કારણે ઈંડિયન પ્લેટના યૂરેશિયન પ્લેટની નીચે સરકતા ઘર્ષણને કારણે પૃથ્વી 7200 વર્ગ કિલોમીટર ભૂભાગ પોતાના સ્થાન પરથી ત્રણ મીટર ઉપર ઉઠી ગયો. 
 
ભૂકંપથી ધરાશાયી નેપાળની અર્થવ્યવસ્થા 
 
આ ખેંચાવને કારણે એક જ ઝટકામાં 79 લાખ ટન ઑફ ટીએનટી ઉર્જા નીકળી. જેનાથી પૃથ્વીની ધુરી પણ પણ અસર પડી. આ ઉર્જાનો અંદાજ તમે આ વાતથી લગાવી શકે છે કે આ હિરોશિમામાં થયેલ એટમી ધમાકામાંથી નીકળેલી ઉર્જાથી 504.4  ગણી વધુ હતી. 
 
વાડિયા હિમાલય ભૂ વિજ્ઞાન સંસ્થાનના ભૂ ભૌતિકી વિભાગના પ્રમુખ ડૉ. સુશીલ કુમારે જણાવ્યુ કે નાસાના ભૂકંપીય ક્ષેત્રના સેટેલાઈટ અભ્યાસ પછી કાઠમાંડૂ 10 ફૂટ સરકવાની ચોખવટ કરી છે. કુમાર મુજબ કોલોરેડો યૂનિવર્સિટીએ પણ પોતાના અભ્યાસમાં પૃથ્વીના પોતાના ધુરી પરથી 10 ફૂટ સરકવાની વાત કહી છે. 
 
આ દરમિયાન સંસ્થાન ઉત્તરાખંડથી લઈને હિમાચલ ક્ષેત્રમાં 14 નવા સેસ્મોગ્રાફ લગાવશે. જેની મદદથી આ ક્ષેત્રોમાં આવનારા 1.5 મૈગ્નીટ્યૂડના ભૂકંપ પણ રિક્ટર સ્કેલ પર નોંધાશે. સંસ્થાને હાલ આ ક્ષેત્રમાં 41 સેસ્મોમીટર લગાવે છે જે હવે વધી જશે.