શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ભોપાલ. , સોમવાર, 6 જુલાઈ 2015 (10:57 IST)

વ્યાપમ - હવે ટ્રેની સબ ઈંસ્પેક્ટરની તળાવમાં મળી લાશ, પોલીસે કહ્યુ આત્મહત્યા

મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડ સાથે જોડાયેલ મોતની પ્રક્રિયા થમવાનુ નામ નથી લઈ રહી. સોમવારે સવારે 5.30 વાગ્યે મધ્ય પ્રદેશના સાગર પોલીસ ટ્રેનિંગ અકાદમીમાં સબ ઈંસ્પેક્ટરની ટ્રેનિંગ કરી રહેલ અનામિકા કુશવાહની લાશ શંકાસ્પદ હાલતમાં તળાવમાં મળી. પોલીસ અનામિતાની મોતને આત્મહત્યા બતાવી રહી છે. માહિતી મુજબ ભિંડની રહેનારી અનામિતા 2014 બૈચની ટ્રેની સબ ઈંસ્પેક્ટર હતી.  તે વ્યાપમની પરીક્ષા આપીને ઈંસ્પેક્ટર બની હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વ્યાપમ કૌભાંડ સાથે જોડાયેલા 40થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. આ પહેલા શનિવારે એક ટીવી ચેનલના જર્નાલિસ્ટ અક્ષય સિંહ અને રવિવારે જબલપુર મેડિકલ કોલેજના ડીન અરુણ શર્માની દિલ્હી હોટલમાં શંકાસ્પદ મોત થઈ હતી. 
 
કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી 
 
કોંગ્રેસ મહાસચિવ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજ્ય સિંહે કહ્યુ કે જ્યારે સીએમ શિવરાજ દરેક મામલે સીબીઆઈ તપાસ કરાવવા માંડે છે તો આ વખતે આવુ કરવાનુ કેમ તૈયારી નથી બતાવી રહ્યા ? બીજી બાજુ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ કે વ્યાપમ મામલાની તપાસ હાઈકોર્ટની દેખરેખમાં ચાલી રહી છે. જો  આ દરમિયાન જ સીબીઆઈને આ મામલો સોંપાશે તો તેનાથી હાઈકોર્ટનું અપમાન થશે. 
 
શુ છે વ્યાપમ કૌભાંડ 
 
વ્યાવસાયિક પરીક્ષા મંડલ (વ્યાપમ) મધ્ય પ્રદેશમાં એ પદોની ભરતી કરે છે જેમની ભરતી મ.પ્ર. લોક સેવા આયોગ નથી કરતુ.  જેના હેઠળ પ્રી. મેડિકલ ટેસ્ટ, પ્રી એંજિનિયરિંગ ટેસ્ટ અને અનેક સરકારી નોકરીઓની પરિક્ષા થાય છે કૌભાંડની વાત એ સમયે સામે આવી જ્યારે કોન્ટ્રેક્ટ ટીચર્સ, ટ્રાફિક પોલીસ સબ ઈંસ્પેક્ટરની ભરતી પરીક્ષા ઉપરાંત મેડિકલ એક્ઝામમાં એવા લોકોને પાસ કર્યા જેમની પાસે પરીક્ષામાં બેસવાની પણ યોગ્યતા નહોતી. સરકારી નોકરીઓમાં લગભગ હજારતેહે વધુ અને મેડિકલ એક્ઝામમાં 500થી વધુ ભરતીયો શકના ઘેરામાં છે. આ કૌભાંડની તપાસ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની દેખરેખ  હેઠળ એસઆઈટી કરી રહી છે. 
 
2007-2013 દરમિયાન મધ્યપ્રદેશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ અથવા એમપી વ્યાવસાયિક પરીક્ષા મંડલ (વ્યાપમ)માં અનિયમિતતા તથા ભ્રષ્ટાચારના આક્ષેપોના કૌભાંડે મોટા પાયે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેનું મુખ્ય કારણ એ છે કે તેની સાથે સંકળાયેલા લોકો એક યા બીજાં કારણોસર રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામી રહ્યા છે.