શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના. , શનિવાર, 8 ઑક્ટોબર 2016 (12:44 IST)

પાકિસ્તાનને વધુ સ્ટ્રોંગ ઈંજેક્શન આપવાની જરૂર - લાલૂ

રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલૂ પ્રસાદ યાદવે બધા રાજનીતિક દળોને સેનાના નામ પર રાજનીતી ન કરવાની સલાહ આપતા આજે કહ્યુ કે પાકિસ્તાનને વધુ સ્ટ્રોંગ ઈંજેક્શન આપવાની જરૂર છે. 
 
સેનાને કરુ છુ સૈલ્યૂટ 
 
યાદવે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યુ, સેનાને સેલ્યૂટ કરુ છુ. પાકિસ્તાનને વધુ સ્ટ્રોંગ ઈંજેક્શનની જરૂર. સત્તાપક્ષ હોય કે વિપક્ષ કોઈએ પણ સેનાના નામ પર રાજનીતિ ન કરવી જોઈએ. સૈનિકોના દુખ-દર્દ અને જુસ્સાને સમજુ છુ. તે બધા ગરીબ, મજૂર, ખેડૂત અને કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગના પુત્ર છે.  તેઓ કોઈને પણ પરાજીત કરી શકે છે.  જય જવાન.. જય કિસાન.. 
 
સેનાના નામ પર રાજનીતિ ન થવી જોઈએ. 
 
એક અન્ય ટ્વીટમાં યાદવે ભારતીય જનતા પાર્ટી(ભાજપા) પર પરોક્ષ રૂપે હુમલો કરતા લખ્યુ કે સેનાના નામ પર રાજનીતિ ન કરો. હોર્ડિંગમાં તસ્વીર લગાવવી છે તો વીર શહીદોની લગાવો. સીમા પાર જવાન લડે છે કોઈ પાર્ટીના કાર્યકર્તા નહી.