શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 1 ઑગસ્ટ 2015 (11:55 IST)

શુ ભારત આઈએસઆઈએસની સાથે કોઈ બિઝનેસ કરી રહ્યુ છે ? - મનીષ તિવારી

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ લીબિયામાં અપહરણ કરાયેલા ચાર ભારતીયોમાંથી બે ની મુક્તિ પર સરકારને પશ્ન કર્યો છે. તિવારીએ ટ્વિટર પર કહ્યુ કે બે ભારતીયોની મુક્તિથી હુ ખૂબ જ ખુશ છુ અને અન્ય માટે પ્રાર્થના કરુ છુ કે તે જલ્દી મુક્ત થઈ જાય. તિવારીએ પુછ્યુ કે સુષમા સ્વરાજ મુક્તિનો બધો શ્રેય પોતે લઈ રહી છે. તો શુ ભારત આઈએસ સાથે કોઈ બિઝનેસ કરી રહ્યુ છે. તિવારીએ આગળ કહ્યુ કે લાગે છે કે વિદેશ મંત્રાલય હોટલાઈન દ્વારા આઈએસ સાથે વાત કરી રહ્યુ છે. 
 
આતંકી  સંગઠને આઈએસે ત્રિપોલી અને ટ્યૂનિસે ભારત પરત ફરી રહેલ ચાર ભારતીય અધ્યાપકોનું લીબિયામાં અપહરણ કરી લીધુ.  સરકારે શુક્રવારે આ માહિતી આપી. જો કે સાંજ સુધી બે ભારતીય છોડાવી લેવામાં આવ્યા અને બે ને આઝાદ કરાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યુ હતુ કે અપહરણ કરાયેલ બે શિક્ષક હૈદરાબાદના છે અનેબે બેંગલુરુના. 
 
એક વર્ષથી સિર્તમાં ભણાવી રહ્યા હતા 
 
વિકાસ સ્વરૂપ મુજબ ચારે ભારતીયોને સિર્તથી લગભગ 50 કિલોમીટર દૂર એક તપાસ ચૌકી પર રોકી લેવામાં આવ્યા. આ વિસ્તાર આતંકી સંગઠન આઈએસના નિયંત્રણમાં છે. અપહરણ કરાયેલ ત્રણ અધ્યાપક યૂનિવર્સિટી ઓફ સિર્તમાં ફેકલ્ટી સભ્ય છે. એક અધ્યાપક જુફરામાં સિર્ત યૂનિવર્સિટીની શાખામાં કામ કરે છે. આ બધા છેલ્લા એક વર્ષથી સિર્તમાં ભણાવી રહ્યા છે. 
 
આધ્રની સુષમાને અપીલ 
 
આંધ્રપ્રદેશ સરકારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને અપહરણ કરાયેલ ભારતીયોના સુરક્ષિત છુટકારા માટે અપીલ કરી છે. સુષમાને લખેલ એક પત્રમાં રાજ્ય સરકારના દિલ્હીમાં વિશેષ પ્રતિનિધિના રામમોહન રાવે કહ્યુ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના રહેનારા પ્રોફેસર બાલારામ અને હૈદરાબાદના નિવાસી પ્રોફેસર ગોપીકૃષ્ણન સહિત ચારેય ભારતીયોના કમબેક માટે ઝડપથી પગલા ઉઠાવવામાં આવે. 
 
29 જુલાઈના રોજ અપહરણ થયુ હતુ 
 
વિકાસ સ્વરૂપે જણાવ્યુ કે ત્રિપોલીમાં અમારા મિશનને 29 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે જાણ થઈ કે આઈએસના નિયંત્રણવાલા વિસ્તારમાંથી ચાર ભારતીયોનું અપહરણ કરાયુ છે. અમે ત્રિપોલીમાં અમારા મિશન પ્રમુખ દ્વારા વિસ્તૃત માહિતી લઈ રહ્યા છે. 
 
39 ભારતીયોનો અત્યાર સુધી કોઈ સુરાગ નથી 
 
ગયા વર્ષે ઈરાકમાં લાપતા 39 ભારતીયોનો અત્યાર સુધી કોઈ સુરાગ મળ્યો નથી. તેમણે સુન્ની આતંકીયો અને સરકારી બળોના વચ્ચે સંઘર્ષ દરમિયાન બંધક બનાવાયા હતા.  સરકાર તરફથી કરવામાં આવેલ પ્રયાસોના હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યુ. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે વિશ્વાસ અપાવ્યો હતો કે એ બધા સુરક્ષિત છે. 
 
ભારત પર હુમલાની તાકમાં આઈએસ 
 
29 જુલાઈના રોજ યૂએસએ ટુડે છાપામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આઈએસ ભારત પર હુમલાની તૈયારી કરી રહ્યુ છે. આવુ કરીને તેનો હેતુ અમેરિકાને ઉપસાવવાનુ છે.