શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 25 માર્ચ 2015 (13:40 IST)

વ્યાપમ ગોટાળામાં ફંસાયેલા રાજયપાલ રામનરેશના પુત્ર શૈલેષનુ બ્રેન હેમરેજથી મોત

ભોપાલ વ્યવસાયિક પરીક્ષા મંડળ(વ્યાપમ)ગોટાળામાં ફસાયેલા રાજ્યપાલ રામનરેશ યાદવના પુત્ર શૈલેષનુ બુઘવાએ લખનૌમાં બ્રેન હેમરેજથી મોત થઈ ગયુ. આ બાબતના આરોપીઓમાં આ પહેલુ મોત છે. વ્યાપમં મામલે રાજ્યપાલ પર પણ અફઆઈઆર નોંધાય ચુકી છે. 
 
શૈલેષ યાદવ પર સંવિદા શિક્ષક વર્ગ 2 ના પદના 10 આવેદકો પાસેથી પૈસા લઈને પાસ કરાવવાનો આરોપ હતો. આ ઘોટાળાની તપાસ કરી રહેલ સ્પેશલ ટાસ્ક ફોર્સ(એસટીએફ)એ પોતાની ચાર્જશીટમાં રામનરેશ યાદવના પુત્ર શૈલેશ યાદવનો ઉલ્લેખ કર્યો છે. 
 
સંપત્તિ નીલામ કરવાની તૈયારી હતી.. 
 
સૂત્રો મુજબ શૈલેષ યાદવની સંપત્તિ નીલામ કરવાની એસટીએફ તૈયારી કરી રહ્યુ હતુ.  એસટીએફ ટૂંક સમયમાં સંપત્તિ નીલામ કરવાના માટે કોર્ટમાં આવેદન રજુ કરવાની હતી. આ પહેલા એસટીએફે શૈલેષ યાદવને નિવેદન કરાવવા માટે રાજભવન, લખનુ અને આજમગઢ નોટિસ મોકલી હતી. જો કે આ નોટિસ શૈલેષને મળી નહોતી. શૈલેશની શોધમાં એસટીએફની ટીમ આજમગઢ અને લખનૌ પણ ગઈ હતી. જ્યારે એ ન મળ્યો તો તેની સંપત્તિની માહિતી એકત્ર કરવામાં આવી.  જાણવા મળ્યુ છે કે લખનૌમાં શૈલેષના નામનુ એક પેટ્રોલ પંપ અને જમીન છે. 
 
શુ છે વ્યાપમં.. 
 
મઘ્ય પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ લાવનારા વ્યાપમં ગોટાળો વર્તમાન દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વ્યાપમં મતલબ વ્યવસાયિક પરીક્ષા મંડળ મઘ્ય પ્રદેશનૌ કામ મેડિકલ ટેસ્ટ જેવા કે પીએમટી પ્રવેશ પરીક્ષા, એંજીનિયરિંગ પ્રવેશ પરીક્ષા અને શૈક્ષિક સ્તર પર ભરતી વગેરે માટે પ્રતિયોગી પરીક્ષાઓનુ આયોજન કરાવવુ છે.  
 
લગભગ 17 ભરતીઓ સાથે જોડાયા છે ગોટાળાના તાર 
 
વ્યાપમં મઘ્ય પ્રદેશમાં એંજીનિયરિંગ મેડિકલના કોર્સ અને જુદી જુદી સરકારી નોકરીયોમાં નિમણૂંક માટે પરીક્ષાઓનુ આયોજન કરનારી સંસ્થા છે. છેલ્લા 10 વર્ષોમાં વ્યાપમે પીએમટી થી લઈને આરક્ષક, ઉપનિરીક્ષક, પરિવહન નિરીક્ષક સંવિદા શિક્ષક ભરતી સહિત અનેક પરીક્ષાઓ આયોજીત કરી. આ પરીક્ષાઓમાં ગડબડી પર 17 એફઆઈઆર 10 વર્ષોમાં આયોજીત 100થી વધુ પરીક્ષાઓ દ્વારા મોટી સંખ્યામાં અયોગ્ય લોકોને નોકરીઓ અને ડિગ્રીઓ અપાવી.