શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 નવેમ્બર 2015 (11:49 IST)

શનિ શિંગણાપુરમાં મહિલાએ તેલ ચઢાવતા બબાલ, પંડિતોએ મંદિરનુ કર્યુ શુદ્ધિકરણ

મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં શિરડીના નિકટ બનેલ પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરમાં એક મહિલા શ્રદ્ધાળુના ભગવાન શનિની મૂર્તિને તેલ ચઢાવતા બબાલ મચી અઈ. ઘટના સાથે ગ્રામીણોમાં રોષ ફેલાયો તો મંદિર ટ્રસ્ટે શુદ્ધિકરણની રસ્મ કરી વિવાદને વધુ ગહેરાવી દીધુ. ટ્રસ્ટે બેદરકારી દાખવવા બદલ મંદિરના સાત સુરક્ષા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા.  આ મામલે કેટલાક મંદિરોમાં સ્ત્રીઓના પ્રવેશ પર રોક લઈને ચર્ચા છેડાય ગઈ છે. 
 
સીસીટીવી કૈમરાથી ખુલાસો 
 
શનિવારે શિંગણાપુરમાં થયેલ આ ઘટનાની ચોખવટ સીસીટીવી કૈમેરા દ્વારા રવિવારે થયો. પછી હડકંપ મચી ગયો. કેમેરામાં એક મહિલા દર્શનાર્થીઓની વચ્ચેથી નીકળીને ફટાફટ સીઢીયો ચઢીને શનિ મહારાજના ચબુતરા પર પહોંચી અને મૂર્તિને તેલ ચઢાવીને ઉતરતી દેખાય રહી છે. ત્યારબાદ તે ભીડમાંથી ગાયબ થઈ ગઈ. 
 
સીસીટીવી કેમરાથી ખુલાસો 
 
શનિવારે શિંગણાપુરમાં થયેલ આ ઘટનાની ચોખવટ સીસીટીવી કેમરા દ્વારા રવિવારે થઈ. પછી હડકંપ મચી ગયો. કૈમરામાં એક મહિલા દર્શનાર્થીઓ વચ્ચે નીકળીને ફટાફટ નવ સીઢીયો ચઢીને શનિ મહારાજના ચબુતરા પર પહોંચતી અને મૂર્તિને તેલ ચઢાવીને ઉતરતી જોવા મળી રહી છે. ત્યારબાદ ભીડમાંથી તે ગાયબ થઈ જાય છે. 
 
મંદિરનુ દુગ્ધાભિષેક 
 
પ્રાચીન મંદિરની પરંપરા ખંડિત થવાની ઘટનાનો ખુલાસો થતા જ મંદિર કમિટી હરકતમાં આવી ગઈ. તેમણે તત્કાલ સાત સુરક્ષા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા. ગ્રામીણોએ ઘટનાના વિરોધમાં રવિવારે સવારે મંદિર બંધ રાખ્યુ અને મૂર્તિનુ શુદ્ધિકરણ માટે દુગ્ધાભિષેક કર્યો. 
 
મુંબઈ હાઈકોર્ટે કાયમ રાખી પરંપરા 
 
મંદિર ટ્રસ્ટનુ કહેવુ છેકે છેલ્લા 400 વર્ષથી મહિલાઓનું મૂર્તિ પર તેલ ચઢાવવુ વર્જિત છે. મુંબઈ હાઈકોર્ટે પણ મંદિરની આ પરંપરાને બદલવાથી ઈંકાર કર્યો હતો. 
 
-કેરલના જ પદ્નનામ મંદિરમં અનેક સ્થાનો પર મહિલાઓનો પ્રવેશ વર્જિત છે. 
 
- કેરલના સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ નથી મળતો.