શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 30 જૂન 2015 (14:47 IST)

શુ મોદી સરકારથી ગભરાયા છે મુસલમાન અને ઈસાઈ ?

આ આરોપ વારે ઘડીએ લાગી રહ્યા છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછીથી અલ્પસંખ્યકો પર હિંસક હુમલાના મામલા વધી ગયા છે. અમેરિકી સંસ્થા યૂનાઈટેડ સ્ટેટ્સ કમીશન ઓન ઈંટરનેશનલ રિલિજસ ફ્રીડમે પણ પોતાની વાર્ષિક રિપોર્ટૅમાં કહ્યુ કે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના પ્રવાસમાં અલ્પસંખ્યકો પર હિંસક હુમલા વધ્યા છે. 
 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે 2014ની ચૂંટણી પછી ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ નેતાઓ તરફથી ભડકાઉ નિવેદન સાંભળવા મળ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનો તરફથી અનેક હિંસક હુમલા અને બળજબરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યુ છે. 
 
અલ્પસંખ્યક સમુદાયોની મુલાકાત કરી તેમના નિવેદનો લેવાયા ત્યારે આવા અનેક દાવાની હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.  વાંચો સંપૂર્ણ રિપોર્ટ 

દિલ્હીથી 200 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના કૈરાનામાં રહેનારા દીન હવે કદાચ ક્યારેય નહી ચાલી શકે. ગોળી વાગવાથી 18 વર્ષના દીન મોહમ્મદને કમરની નીચે પ્રોબ્લેમ થઈ ગઈ. હવે તે વાત કરે છે તો અવાજ કંપે છે. થોડીક ભયથી અને થોડીક દુ:ખથી.. તેઓ કહે છે કે મુસલમાનો પર દિલ્હીથી શામલી આવનારી ટ્રેનો પર હુમલા થઈ રહ્યા હતા અને પોલીસ કોઈની પણ ધરપકડ નથી કરી રહી. આ વલણ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અમારા ગામના લોકો પણ  ગયા અને પ્રદર્શન કર્યુ.  
 
હુ રોકાઈને જોવા લાગ્યો કે અચાનક મારા પર પોલીસની ગાડીમાંથી ગોળી વાગી.. મારી આંખો આગળ અંધારુ છવાય ગયુ.. હુ 
લડખડયો અને મને લોહીની ઉલટી થવા માંડી.. દીન મોહમ્મદનો પરિવાર ભયભીત છે. દીનના જીજા, મોહમ્મદ જમશેદના મુજબ મુસલમાનોના મનમાં ખોફ ઉભો કરવાની આ કોશિશોને રોકવા માટે સરકાર તરફથી કશુ નથી કરવામાં આવી રહ્યુ.. 
 
તેઓ કહે છે કે "જેવુ બે વર્ષ પહેલા મુજફ્ફરનગરમાં થયુ હતુ એ ફરી થઈ રહ્યુ છે. કેટલાક હિન્દુ એટલી દહેશત ફેલાવી રહ્યા છે કે
મુસલમાન પરિવારોને તેમના ગામ છોડવા પડે. સરકાર હજુ પણ કશુ નથી કરી રહી. ન તો પોલીસ. અમને તો બસ ખુદા પાસે જ આશા છે. 
 
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર છે અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સીધી રૂપે સૂબાની હકુમતની હોય છે. ભેદભાવની એવી ફરિયાદો એ વિસ્તારમાં સૌથી વધુ સાંભળવા મળી રહી છે જ્યા મુસલમાનોની સંખ્યા ઓછી છે. જેવી પાસેના શહેર શામલીમા. 26 વર્ષના દૈનિક મજૂર. ફૈજાન દિલ્હીથી ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા જ્યારે તેમણે દંડાથી મારવામાં આવ્યા અને તેમના ગુપ્તાંગો પર ખૂબ વાગ્યુ.  તે દાઢી રાખે છે. તેથી મુસલમાનના રૂપમાં તેમની ઓળખ સહેલાઈથી થઈ જાય છે.  
ફૈજાન પોતાની દાઢીના વાળને પુરાવાના રૂપમાં પોલીસને પણ બતાવી ચુક્યા છે. 
 
તેના કહેવા મુજબ  "કેટલાક 10-12 હિન્દુ યુવકો ટ્રેનમાં ચઢ્યા હુ દાઢી રાખુ છુ અને ટોપી પહેરુ છુ તો મુસલમાનના રૂપમાં ઓળખાણ સરળ થઈ જાય છે. તો મને જોઈને બોલ્યા - આ રહ્યો મુલ્લા.. તેને પકડો અને મને નિર્દયાપૂર્વક મારવા લાગ્યા. મારી દાઢી ખેંચી લીધી. પૈસા લૂંટી લીધા." 
 
ફૈજાનના મુજબ તે ફરિયાદ પર અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી અને હવે તેમને બહાર નીકળવાનો પણ ભય લાગે છે કે ક્યાક ફરી આવુ ન થઈ જાય. ફૈજાનની પાસે એકત્ર થયેલા લોકો બતાવે છે કે ગયા વર્ષે મુસલમાનો પર ટ્રેન બસ અને સાર્વજનિક સ્થાનો પર હુમલાના અનેક મામલા સામે આવ્યા છે સમુહને લાગે છે કે કોઈ સાંભળે તો તેમની પાસે કહેવા માટે ઘણું બધુ છે. 
 
તેઓ કહે છે, "મોદી સરકારના સમયમાં મુસલમાનોની સાથે સૌથી ખરાબ વ્યવ્હાર થયો છે. વાતાવરણ એટલુ ખરાબ ક્યારેય નહોતુ. અમે આ પાર્ટીને ક્યારેય વોટ નહી આપીએ." 
 
"જ્યારે કેન્દ્ર સરકારના મંત્રી જ મુસલમાનો વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપે છે, તો અમે મુસલમાનોને લાગે છે કે અમારી ભાવનાઓ સાથે રમત થઈ રહી છે" 
 
"અમે પણ આ દેશમાં જન્મ્યા છે. બીજા નાગરિકોની જેમ અમને પણ સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ. પણ મોદી સરકારના સમયમાં સ્થાનીય હિંદૂ સંગઠનોને ખૂબ બળ મળ્યુ છે અને ત્યારથી બધુ બદલાય ગયુ છે." 
 
આ ફરિયાદ જ્યારે અલ્પસંખ્યક રાજ્ય મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સામે મુકી તો તેમણે માન્યુ કે દરેક ધાર્મિક સમુહમાં કેટલાક માથા ભારે તત્વો હોય છે અને તે કાયમ રહેશે. તેમણે કહ્યુ, "છેલ્લા એક વર્ષમાં દેશમાં કોઈ મોટા રમખાણો થયા નથી. કેન્દ્ર સરકાર તો આ માટે વચનબદ્ધ છે જે અમે બધી રાજ્ય સરકારોને પણ ખાસ આદેશ આપ્યો છે કે અલ્પસંખ્યકો પર કોઈ પણ હુમલાને અંજામ આપનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે." નકવીના મુજબ એકાદ બે હુમલાને ધ્યાનમાં રાખીને સરકારના કામને ન તોલવુ જોઈએ. 
 
આવી ચિંતાઓ ગામ સુધી જ સીમિત નથી. રાજધાની દિલ્હીમાં ગયા વર્ષ દરમિયાન પાંચ ચર્ચ પર હુમલો થયો. 
 
ડિસેમ્બરમાં આગળ લાગતા સેંટ સેબૈસ્ટિયન ચર્ચને ખૂબ જ ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યુ  ચર્ચના પાદરી એંથની ફ્રાંસિસનો દાવો છે કે આ આગ શોર્ટ સર્કેટથી નથી લાગી પણ આ હુમલો હતો. તેમના મુજબ પોલીસને તેમના પુરાવામાં કોઈ રસ નહોતો. 
 
તેમના મુજબ "મેં પોલીસને કહ્યુ કે વિસ્તારના હિન્દુવાદી સંગઠનોની પૂછપરછ થવી જોઈએ, તો તેમણે મને કહ્યુ કે તેનો કોઈ ફાયદો નથી કારણ કે તે કંઈ કબૂલે નહી." 
 
આ મામલાની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે અને તેમણે અત્યાર સુધી કોઈ ધરપકડ નથી કરી. જો કે તેમનુ કહેવુ છે કે તે દરેક દિશામાં તપાસ કરી રહી છે.  પાદરી ફ્રાંસિસનું માનવુ છે કે પોલીસ આવા લોકોને પકડીને કેન્દ્રની સરકારને શર્મશાર કરવા નહી માંગતી હોય તેથી કોઈ પગલુ નથી ઉઠાવતી. 
 
આવી શંકા ભરેલી અવાજો જ્યારે ખૂબ બુલંદ થવા માંડી તો છેવટે આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર દેશના ચિંતિત અલ્પસંખ્યકો સાથે સીધી વાત કરી. દિલ્હીમાં ઈસાઈ સમુહના એક પોગ્રામમાં તેમણે કહ્યુ, "મારી સરકાર કોઈ પણ ધાર્મિક સંગઠનને કોઈ વિરુદ્ધ હિંસા ભડકાવવા નહી દે. પછી ભલે તે અલ્પસંખ્યક સમુહનો હોય કે બહુસંખ્યક."   પણ તેમના આશ્વાસનથી બધા સંતુષ્ટ નથી. 
 
સેંટ સેબૈસ્ટિયન ચર્ચની બળેલી બિલ્ડિંગની પાસે સફેદ ટેંટ નીચે અને કમ્યૂનિટી સેંટરમાં પ્રભુ યીશુની પ્રાર્થના હજુ પણ શરૂ છે. પાદરી એંથની ફ્રાસિસ મુજબ નવી ઈમારત તો સમય સાથે બની જશે પાણ દેશના તૂટતા સંબંધોને જોડવા કદાચ એટલા સહેલા નહી હોય. 
 
તેઓ કહે છે, "આ ચર્ચને નહી સંવિધાનને સળગાવવા જેવુ હતુ. જો ભારત હિંદુ રાષ્ટ્ર બની ગયુ અને પાકિસ્તાનની જેમ ચાલી પડશે અને અલ્પસંખ્યકોને દબાવવા માટે ઈશ-નિંદા જેવા કાયદા બની ગયા તો આપણા દેશનુ ભવિષ્ય કેવુ હશે ?