1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 જુલાઈ 2015 (11:02 IST)

કોના બાપની દિવાળી... ડબલ થઈ જશે સાંસદોની સેલેરી.. પેંશનમાં 75 ટકાનો વધારો !!

સંસદની એક સંયુક્ત સમિતિએ સરકાર સામે સાંસદોની સેલેરી વધારવા સંબંધી પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવમાં સમિતિએ સાંસદોની સેલેરીને બેગણી કરવાની ભલામણ કરી છે. 
 
સમિતિએ પૂર્વ સાંસદોની પેંશન પણ 75 ટકા વધારવાની ભલામણ કરી છે. 
 
આ પ્રસ્તાવમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે સરકારી કર્મચારીઓની જેમ સાંસદોની સેલેરી પણ સમય પર વધારવામાં આવે અને આવુ કરવા માટે ઑટોમેટિક પે રિવીજન મૈકેનિજ્મ બનાવવામાં આવે. 
 
ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં સાંસદોની સેલેરી 50 હજાર રૂપિયા પ્રતિ મહિનો છે. જો સમિતિની ભલામણો માની લેવામાં આવે છે તો સાંસદોની સેલેરી ડબલ થઈ જશે.