શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 4 જુલાઈ 2015 (10:50 IST)

નરેન્દ્ર મોદીને હિન્દુ કટ્ટરપંથી સંગઠનોથી પણ જીવનું જોખમ ? - ઈંટેલિંજેસ રિપોર્ટ

પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને હિંદુ કટ્ટરપંથી સંગઠનોથી પણ ખતરો છે. દિલ્હી પોલીસની એક ઈંટેલિજેંસ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. ગયા મહિને 21 જૂનના રોજ ઈંટરનેશલ યોગા ડે પર પીએમ માટે સ્પેશ્યલ સિક્યોરિટી અરેજમેંટ્સ કરવામાં આવી હતી. એક અંગ્રેજી વેબસાઈટના સમાચાર આ રિપોર્ટ રજુ કરી છે. 
 
શુ છે મામલો 
 
આ વેબસાઈટ મુજબ ઈંટરનેશનલ યોગા દે ના પહેલા રાજપથ પર પીએમની સિક્યોરિટીને લઈને દિલ્હી પોલીસની ઈંટેલિજેંસ યૂનિટે એક રિપોર્ટ તૈયાર કરી છે. જેમા લશ્કર-એ-તૈયબા, ઈંડિયન મુજાહિદ્દીન અને હિજબુલ મુજાહિદીનથી પીએમને ખતરો બતાવાયો હતો. પણ ચોંકાવનારી વાત એ છે કે તેમા પીએમની સુરક્ષાને દક્ષિણપંથી સંગઠનોથી પણ ખતરો બતાવ્યો છે. 
 
મોદીથી કેમ નારાજ છે હિંદુ સંગઠન 
 
રિપોર્ટ મુજબ દક્ષિણપંથી સંગઠનોને લાગે છે કે પીએમ મોદી મુસલમાનોને અટ્રેક્ટ કરવાની વધુ કોશિશ કરી રહ્યા છે. જ્યારે કે ગુજરાત રમખાણો મામલે અનેક હિંદુ નેતાઓને સજા થઈ ચુકી છે. આ સંગઠન આ વાતથી નારાજ છે.  રિપોર્ટમાં સ્પષ્ટ રૂપે કહેવાયુ છે, "પીએમને કાશ્મીરી આતંકવાદીઓ, ઈંડિયન મુજાહિદ્દીન અને કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનોથી ખતરો છે. એ પણ જાણ થઈ છે કે ગુજરાત રમખાણોને હિંદૂ નેતાઓને સંભળાવેલી સજાને લઈને દક્ષિણપંથી સંગઠન પીએમથી નારાજ છે."
 
રાજપથ પર હતો ચુસ્ત બંદોબસ્ત 
 
રિપોર્ટ મુજબ પીએમને 40 સંગઠનોથી ખતરો છે. તેમા આતંકી સંગઠનોની સાથે જ નક્સલી, નોર્થ-ઈસ્ટના ઘુસપૈઠિયા અને અંડરવર્લ્ડનો સમાવેશ છે.  યોગા ડે ના અવસર પર હવાઈ હુમલાની આશંકા બતાવી હતી.  તેનો સામનો કરવા માટે દિલ્હી પોલીસે પતંગ, ફુગ્ગા અને ગ્લાઈડર ઉડાવવા પર પણ બેન લગાવી દીધુ હતુ.  બધી મોટી ઈમારતો પર સ્નાઈપર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંપૂર્ણ રાજપથ પર નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.