શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (11:56 IST)

દેશભરમાં ટ્રકોની હડતાળ, અસર દેખાવવા માંડી છે..

દેશભરમાં ટ્રાસપોર્ટર ગુરૂવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ચાલ્યા ગયા છે. ઓલ ઈંડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસે દેશભરના ટ્રાંસપોર્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળ બોલાવી છે.  
 
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરી સાથે વાતચીત નિષ્ફળ થતા આ હડતાળ બોલાવવામાં આવી છે. ટ્રાંસપોર્ટર સંઘ દેશભરના 373 ટોલ પ્લાઝા હટાવવાની માંગ કરી રહ્યા છે. નીતીન ગડકરીએ AIMTCના પ્રતિનિધિમંડળ સાથે બેઠકમાં તેમની ચિંતાઓ ને દૂર કરવા માટે ડિસેમ્બર સુધી દેશભરમાં ઈલેક્ટ્રોનિક ટોલ પ્રણાલીનું વચન આપ્યુ. પણ આ સિસ્ટમને સંપૂર્ણ રીતે ખતમ કરવાની શક્યતાને રદ્દ કરી દીધી છે. 
 
આ માંગોને લઈને હડતાળ... 
 
ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ના નિર્ણયને લઈને બનેલ અસમંજસની સ્થિતિ, ટોલ ટેક્સ માફ કરવો,  TDSને લઈને વિવાદ જેવા અનેક મુદ્દાને લઈને ટ્રાસપોર્ટ યૂનિયન હડતાળ પર છે. કેન્દ્ર સરકાર સાથે સેંટ્રલ મોટર વ્હિકલ એક્ટ  (CMVA)  લાગૂ કરવાની માંગ પર કરવામાં આવી રહી છે.