શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (14:44 IST)

નવજોત સિંહ સિદ્ધુએ શીખ સમુદાય પાસે માફી માંગી

ભાજપાના પૂર્વ સાંસદ નવજોત સિંહ સિદ્ધૂ પર સતત થઈ રહેલ સિખ યુવાનોના હુમલા પછી સિદ્ધૂએ શુક્રવારે સિખ સમુહ પાસે માફી માંગી છે. નવજોત સિંહ સિદ્ધૂએ અમૃતસરથી રજુ એક નિવેદનમાં કહ્યુ કે જો તેમના કોઈ શબ્દથી સિખ સમુહની ભાવનારોને ઠેસ પહોંચી છે તો તે શીખ સમુદાય અને શ્રી અકાલ તખ્ત સાહિબને લાખ વાર માથુ ઝુકાવીને માફી માંગુ છુ. 
 
સાથે જ સિદ્ધૂએ એ પણ કહ્યુ કે તે એ બધા હુમલાવરોને માફ કરે છે જેમણે બાદલના ઈશારે તેમના પર હુમલો કર્યો. સિદ્ધૂએ કહ્યુ કે સિખ ધર્મ દુનિયામાં ભાઈચારો અને સહનશીલતાની શિક્ષા આપે છે. સિદ્ધૂએ કહ્યુ કે મારા માટે ધર્મ સૌથી ઉપર છે અને તેઓ પોતાના જીવનમાં પણ શ્રી ગુરૂ ગ્રંથ સાહિબમાં આપવામાં આવેલ શિક્ષાનું પાલન કરીને જીવે છે.  
 
સિદ્ધૂએ કહ્યુ કે તેમણે પોતાની વ્યક્તિગત અને સ્વાર્થ માટે ક્યારેય ધર્મનો ઉપયોગ નથી કર્યો. જ્યારે કે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ કરવા માટે ઓળખાય છે. મુખ્યમંત્રી પ્રકાશ સિંહની પાસે તેમના વિરુદ્ધ કહેવા માટે કશુ નથી. તેથી તેઓ રાજકારણીય ભડાશને કારણે તેમની સાથે વ્યક્તિગત બદલો લઈ રહ્યા છે. 


વેબદુનિયા ગુજરાતી મોબાઈલ એપ હવે iTunes પર પણ ડાઉનલોડ કરવા ક્લિક કરો એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુ પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.