શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કાઠમાંડૂ. , શનિવાર, 25 એપ્રિલ 2015 (15:42 IST)

નેપાળમાં 7.9 તીવ્રતાનો ભૂકંપથી 80ના મોત, ધારહારા મીનાર ઢળી પડવાથી 450 લોકો ફંસાયા

નેપાળમાં રિક્ટર માપદંડ પર 7.9 તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યા પછી ખૂબ બરબાદી મચી છે. અત્યાર સુધી 80 લોકોના માર્યા જવાના ચોખવટ થઈ ચુકી છે. ફક્ત કાઠમાંડૂની હોસ્પિટલમાં 50 લોકોના જીવ ગયા છે. કાઠમાંડૂમાં ધારહારા મીનાર, જાનકી મંદિર (સીતાનું જન્મસ્થાન) દરબાર સ્કવાયર, ભીમસેન ટાવર સંપૂર્ણ રીતે તબાહ થઈ ચુક્યુ છે. ઘોરાહી, ભરતપુર, ભૈરવા, લામજૂમ, પોખરા. બુટવલ, લુંબની અને તિલોત્તમા જોરદાર નુકશાન થયુ છે. નીચલા વિસ્તારોમાં નુકશાન વધુ બતાવાય રહ્યુ છે.  હિમાલયમાં ચટ્ટાન ઢસડવાની આશંકા પણ બતાવાઈ છે. ભૂકંપનુ કેન્દ્ર પોખરાથી 80 કિમી. દૂર જમીનમાં 31 કિમી અંદર હતુ. 
 
ધારહારા ટાવર પડવાથી 450 દબાયા 
 
નેપાળના ઈતિહાસમાં બીજો સૌથી તીવ્ર ભૂકંપ, કકડભૂસ થઈને પડી ગઈ ઈમારતેચીને જોયુ હતુ એ દર્દનાક દ્રશ્ય. જ્યારે એક ઝટકામાં 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. 
કાઠમાંડૂમાં જાણીતી ધારહારા ટાવરના પડવાથી 450થી વધુ લોકો ફંસાય જવાની આશંકા બતાવાય રહી છે. આ  નવ માળની બિલ્ડિંગ હતી. જે વિદેશી પર્યટકોમાં ખૂબ લોકપ્રિય હતી. નેપાળ સાથે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશના પણ અનેક ભાગમાં જોરદાર ઝટકા અનુભવાયા. ભારતના અનેક ઉત્તર અને પૂર્વ રાજ્યોમાં પણ જોરદાર ઝટકા અનુભવાયા છે.  નવી દિલ્હી અને કલકત્તામાં થોડીવાર માટે મેટ્રો સેવા પણ રોકી દેવામાં આવી છે. 

નેપાળમાં નુકશાન 
 
- કાઠમાંડુ સ્થિત જાણીતી 9 માળની ધારહારા મીનાર પડી ગઈ. તેમા 450 લોકો ફંસાય હોવાની આશંકા છે. આ મીનારને નેપાળનુ કુતુબમીનાર કહેવાય છે. 
- કાઠમાંડુમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરવામાં આવેલ દરબાર સ્કવેયર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ચુક્યો છે. 

- જનકપુરમાં જાનકી મંદિર પણ બરબાદ થઈ ચુક્યુ છે. તેને સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. 
- એવરેસ્ટ વિસ્તારમાં હિમસ્ખલનના સમાચાર છે. બે બેસ કૈપ સંપૂર્ણ રીતે બરબાદ થવાની સાથે જ કેટલાક પર્વતારોહી પણ ગાયબ છે. 
- નેપાળની રાજધાની કાઠમાંડુમાં અનેક ઈમારતોને નુકશાન પહોંચ્યુ છે. અનેક વિસ્તારોમાં ફોન લાઈન ઠપ થઈ ચુકી છે. સ્થાનીક લોકોએ બતાવ્યુ કે અઢીથી ત્રણ મિનિટ સુધી જોરદાર ઝટકા અનુભવાયા. નેપાળ સાથે જ ઈતિહાસનો બીજો સૌથી મોટો ભૂકંપ. 
- નેપાળમાં સ્થાનીક સમયમુજબ 11 વાગીને 42 મિનિટ પર પ્રથમ ઝટકો અનુભવાયો. આ નેપાળના ઈતિહાસનો બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમા 10.600 લોકોએ જીવ ગુમાવ્યો  હતા.