શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 એપ્રિલ 2015 (10:43 IST)

નેપાળ ભૂકંપમા મૃતકોની સંખ્યા 4000ને પાર

નેપાળના ભયાનક ભૂકંપ પછી હવે અહી ભોજન પાણી વીજળી અને દવાઓને ભારે કિલ્લતથી સંકટ વધુ ગહેરાયુ છે અને મરનારાઓની સંખ્યા પણ 4000ને પાર કરી ગઈ છે. 
 
અહી દહેશતનો આલમ એ છે કે હજારો લોકો ખુલ્લામાં રહેવા મજબૂર છે. જ્યારે કે વિદેશી નાગરિક પોતાના દેશ પરત ફરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  જેનાથી અહીના એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અફરા-તફરીની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. 
શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ આવેલ અનેક ઝટકાથી થયેલ તબાહી પછી લોકો દહેશત વચ્ચે બહાર ઉઘાડામાં જ રહી રહ્યા છે. ગઈ રાત્રે થયેલ વરસાદ અને ઠંડીથી ખુદને બચાવવા માટે પ્લાસ્ટિકના ટેંટની મદદ લઈ રહી છે. 
 
ઈધણ અને દવાઓની આપૂર્તિ પણ ખૂબ ઓછી છે.  થોડી આવી જ પરિસ્થિતિ કાઠમાંડૂના ઉપનગરીય અને બીજા ગ્રામીણ વિસ્તારોમાં પણ છે.  નેપાળના ટોચ નોકરશાહ લીલા મણિ પૌડેલે કહ્યુ કે તત્કાલ અને મોટો પડકાર રાહત આપે છે. તેમણે કહ્યુ, "અમે બીજા દેશોને આગ્રહ કર્યો  છે કે તે અમને વિશેષ રાહત સામગ્રી અને ચિકિત્સા દળ મોકલે. અમને  આ સંકટનો સામનો કરવા માટે વધુ વિદેશી વિશેષજ્ઞ જરૂર છે." 
 
વધુ આગળ 
 
 

આ અધિકારીએ કહ્યુ, "અમે ટેંટ, ધાબળા, ગાદી અને 800 જુદી જુદી દવાઓની હાલ ખૂબ જરૂર છે." અનેક દેશોના બચાવ દળ ખોજી કૂતરા અને આધુનિક ઉપકરણોની મદદથી જીવીત લોકોની ભાળ કાઢવામાં કામે લાગ્યા છે. ભૂકંપ પછી હજુ પણ હજારો લોકો ગાયબ છે.  અહી બચાવ અને રાહત કાર્યમાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યુ છે. 
અધિકારીઓનુ કહેવુ છે કે ભૂકંપથી મરનારાઓની સંખ્યા 4000ને પાર કરી ગઈ છે. ફક્ત કાઠમાંડુ ઘાટીમાં 1053 લોકો અને સિંઘુપાલ ચોકમાં 875 લોકો માર્યા જવાના સમાચાર છે. અધિકારીઓએ કહ્યુ કે કાઠમાંડુ અને ભૂકંપ પ્રભાવિત કેટલા બીજા વિસ્તારમાં કાટમાળ હજુ પણ અસંખ્ય લોકો દબાયેલા છે. આવામાં શંકા છે કે મૃતકોની સંખ્યા 5000ને પાર જઈ શકે છે. 
અધિકારીઓ અને સહાયતા એજંસીઓએ સાવધ કર્યા છે કે પશ્ચિમી નેપાળના દૂરદૂરના પર્વતીય વિસ્તારોમાં બચાવ દળ પહોંચ્યા પછી જાનહાનિની સંખ્યામાં વધારો થઈ શકે છે.