શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 24 નવેમ્બર 2014 (12:18 IST)

આઝમ ખાન પછી હવે શિયાઓ બોલ્યા - તાજમહેલ અમારો છે

તાજમહેલને લઈને પહેલા આઝમ ખાન હક બતાવતા કહ્યુ હતુ કે તાજમહલન વક્ફ બોર્ડને સોંપી દેવો જોઈએ. જ્યાર પછી અ મુદ્દે ખૂબ જ બબાલ મચી  હતી. હવે આ ક્રમમાં શિયા સંપ્રદાયના લોક્કોએ પણ તાજમહેલ પર પોતાનો અધિકાર જમાવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં ઈમામ એ રજા કમિટીના અધ્યક્ષ ફય્યર હૈદરે દલીલ આપતા કહ્યુ કે મુમતાજ શિયા હતા. તેથી તાજને શિયા વક્ફ બોર્ડને સોંપી દેવો જોઈએ. 
 
હૈદરનુ કહેવુ છે કે તાજમહેલ એક શિયા ઈમારત છે અને એ સબિત કરવા માટે તેમણે તાજમહેલના આર્કિટેક્ટ સાથે જોડાયેલ કેટલાક પુરાવા રજુ કર્યા. તેમના મુજબ તાજમહેલ નિશ્ચિત રૂપે એક મકબરો છે. જેના પશ્ચિમી ભાગમાં મસ્જિદ છે. અહી મસ્જિદ પાસે એક હૌજ (પાણીની ટાંકી) છે અને પારંપારિક રૂપે જોવા જઈએ તો શિયા જ નમાજ પહેલા વજુ (હાથ મોઢુ ધોવાની પ્રક્રિયા) કરે છે. આ વાતો એ સાબિત કરે છે કે તાજ એક શિયા ઈમારત છે. આ અંગે  શિયા સંપ્રદાયે પ્રધાનમંત્રી નરેન્દ મોદી ગૃહ મંત્રાલય રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશને પણ ચિઠ્ઠી લખી છે.