શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 3 ઑગસ્ટ 2015 (11:18 IST)

વિપક્ષના વિરોધ આગળ લાચાર સરકાર, હવે મોદી નિવેદન આપી શકે છે

સંસદમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલુ ગતિરોધને ખત્મ કરવા માટે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકમાં સંસદના ગતિરોધને તોડવાની સરકાર પૂર્ણ કોશિશ કરશે. આ દરમિયાન સરકારે એ સંકેત આપી શકે છે કે જો જરૂર પડી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દખલ કરી શકે છે. જેને લઈને આજે મોટા મંત્રીઓની બેઠક પણ થઈ રહી છે. જેમા પીએમ મોદીના નિવેદનને લઈને ચર્ચા કરવામાં આવશે. 
 
સંસદીય કાર્ય મંત્રી વેકૈયા નાયડૂએ કહ્યુ કે દેશની જનતા સંસદમાં કામકાજ ન થવાથી નિરાશ છે સરકાર કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર છે. જો જરૂર પડશે તો પીએમ દખલ કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં સંસદ સત્ર દરમિયાન પીએમે પહેલા પણ 5 વખત આવા સમયે દખલ કરી છે. જ્યારે સંસદમાં ગતિરોધ બન્યો રહ્યોહતો.  ઉલ્લેખનીય છે કે છેલ્લા બે અઠવાડિયોમાં વ્યાપમ અને સુષમા-વસુંધરાના રાજીનામાની માંગને લઈને વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસના હંગામાને કારણે સદનમાં કામ નથી થયુ. 
 
કોંગ્રેસ જ્યા લલિત મોદી અને વ્યાપમને લઈને બીજેપી નેતાઓના રાજીનામાના મુદ્દા પર અડી છે. એવામાં પ્રશ્ન ઉઠે છે કે સંસદ ન ચાલવા દેવાને કારણે જનતાની ગાદીની બરબાદી માટે કોણ જવાબદાર છે. 
 
બીજી બાજુ જેડીયૂ નેતા કેસી ત્યાગીએ કહ્યુ કે અમે આ બેઠકનો બહિષ્કાર નહી કરીએ પણ જ્યારે આ પહેલા જ નક્કી કરી લેવામાં આવ્યુ કે મંત્રી રાજીનામુય નહી આપે તો પછી શુ વાત કરશુ.  પણ છતા જોઈએ. આપણે જીએસટીનું સમર્થન કરી રહ્યા છે. જ્યરે કે સપા નેતા સુરેશ અગ્રાઅલે કહ્યુ કે આ બધી જવાબદારી બીજેપીની છે.  નિવેદન આપી દેશોનો શુ મતલબ છે. કોઈ દયા થોડી કરી રહ્યા છે પીએમની જવાબદારી છે. 
 
બીજી બાજુ કોંગ્રેસે પણ સર્વદળીય બેઠક પહેલા સંસદીય દળની બેઠક બોલાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ  આ બેઠક બોલાવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ બેઠકમાં સંસદમાં કોંગ્રેસની ભૂમિકાને લઈને ચર્ચા થઈ શકે છે.