શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 જુલાઈ 2015 (11:33 IST)

ડિઝીટલ ઈંડિયાને લઈને આ છે મોદીના 9 લક્ષ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ડિઝીટલ ઈંડિયા સપ્તાહની શરૂઆત કરશે.  સપ્તાહ દરમિયાન ભારતમાં ડિઝીટલ ક્રાંતિને લઈને પુર્ણ ઈચ્છાઓ રજુ કરવામાં આવશે. સાથે જ મોટી મોટી કંપનીઓ પોતાની ભૂમિકાને લઈને એલાન કરી શકે છે. 
ડિઝિટલ ઈંડિયા કાર્યક્રમનો સૌથી મુખ્ય ઉદ્દેશ્ય તકનીકના માધ્યમથી સામાન્ય લોકોનું જીવન સરળ કરવાનુ છે. 
ડિઝિટલ ઈંડિયા સપ્તાહમાં સરકારની મુખ્ય યોજનાઓ સાથે સંબંધિત મોબાઈલ એપ પણ રજુ કરવામાં આવશે. 
પીઆઈબીએ ટ્વિટર પર ડિઝિટલ ઈંડિયા કાર્યક્રમ કયા નવ ક્ષેત્રો પર ખાસ  ધ્યાન આપવામાં આવશે. 
આ છે એ 9 ક્ષેત્રો 
1. બ્રોડબેંડ હાઈવે - રોડ હાઈવેના પાયા પર બ્રોડબેંડ હાઈવે દ્વારા શહેરોને જોડવામાં આવશે. 
2. બધા નાગરિકોની ટેલીફોન સેવાઓ સુધી પહોંચ ચોક્કસ કરવામાં આવશે. 
3. સાર્વજનિક ઈંટરનેટ એક્સેસ કાર્યક્રમ જેના હેઠળ ઈંટરનેટ સેવાઓ પુરી પાડવામાં આવશે. 
4. ઈ-ગવર્નેસ - જેના હેઠળ તકનીકના માધ્યમથી શાસન પ્રશાસનમાં સુધાર કરવામાં આવશે. 
5. ઈ-ક્રાંતિ - જેના હેઠળ વિવિધ સેવાઓને ઈલેક્ટ્રોનિક રૂપમાં લોકોને પુરી પાડવામાં આવશે. 
6. ઈંફોર્મેશન ફોર ઓલ મતલબ બધાને માહિતી પુરી પાડવામાં આવશે. 
7. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન - સરકારનુ લક્ષ્ય ભારતમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદો માટે જરૂરી સામગ્રીની આયાતને શૂન્ય કરવાનુ છે. 
8 - આઈટી ફોર જોબ્સ મતલબ સૂચના પ્રૌધોગિકી દ્વારા વધુ નોકરીઓ ઉભી કરવામાં આવશે. 
9. અર્લી હાર્વેસ્ટ પોગ્રામ - જેનો સંબંધ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી સાથે છે. 
 
લોકોમાં શંકા  
 
જો કે સરકારના લક્ષ્યને રજુ કર્યા પછી અનેક લોકોએ શંકા પ્રગટ કરી છે.  
 
વિક્રમ સક્સેનાએ ટ્વીટ કર્યુ, "આનાથી ખેડૂતોને કેવી મદદ મળશે ?  શુ તેઓ ડિઝિટલ ઈંડિયાનો મતલબ પણ સમજે છે ?
અનુપમ સારાફે ટ્વીટ કર્યુ, "શુ જોરદાર શરૂઆત છે. ઈંટરનેટને બરબાદ કરીને સારી શરૂઆત કરી છે" 
બીજી બાજુ શંભુ ભારતીએ લખ્યુ છે .. હવે બનશે ભારત મહાન 
સુબોધ પ્રભુએ કહ્યુ, "પણ બીએસએનએલએ તો મને લેંડલાઈન અને ઈંટરનેટ આપવાની ના પાડી દીધી છે."