શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 જુલાઈ 2015 (11:35 IST)

પ્રધાનમંત્રી મોદી કાશ્મીરમાં ઈદ મનાવશે ?

રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે કાશ્મીરમાં ઈદ ઉજવી શકે છે. એવુ પણ કહેવાય રહ્યુ છે કે તે 7 જુલાઈના શ્રીનગરમાં ઈફ્તાર પાર્ટી આયોજીત કરી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી પૂર્વ સાંસદ અને મંત્રી ગિરધારી લાલ ડોગરાની 100મી જયંતી પર આયોજીત કાર્યક્રમમાં શામેલ થવા માટે જમ્મુનો પ્રવાસ કરીશુ અને એ જ દિવસે શ્રીનગર પણ જશે. 
 
જો કે અત્યાર સુધી પ્રધાનમંત્રી ઓફિસની તરફથી તેમના આ પ્રવાસની ચોખવટ નથી થઈ શકી. પણ રિપોર્ટ મુજબ પીએમઓ તરફથી મુખ્યમંત્રી કાર્યાલયે આ પ્રકારની સૂચના મોકલી છે. ચાંદ દેખાશે તેના આધાર પર 18 કે 19 જુલાઈના રોજ ઈદ ઉજવાશે. 
 
જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને બીજેપી સરકાર બન્યા પછી આ પહેલીવાર હશે જ્યારે પીએમ મોદી જમ્મુ-કાશ્મીર જશે. ઉલ્લેખનીય છે કે મોદીએ ગયા વર્ષે દિવાળી પ્ણ કાશ્મીરમાં ઉજવી હતી. 18 જુલાઈના રોજ તેમનો પ્રવાસ જમ્મુ-કાશ્મીરનો સાતમો પ્રવાસ હશે. એવુ કહેવાય રહ્યુ છે કે આ દરમિયાન તે કાશ્મીર પૂર પીડિતો માટે ફૂડ પેકેજની જાહેરાત પણ કરી શકે છે.