શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 5 માર્ચ 2015 (12:04 IST)

મોદી વિરુદ્ધ મોદી - પીએમ વિરુદ્ધ તેમના ભાઈએ ખોલ્યો મોરચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીએ પોતાના મોટાભાઈ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. મુંબઈના આઝાદ મેદાનમાં તેમણે ઓલ ઈંડિયા ફેયર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારને પડકાર આપતા કહ્યુ કે જો ફેડરેશનની માંગ નહી માની તો બીજેપી બિહાર અને યુપીમાં પણ ચૂંટણી હારી જશે. પ્રહલાદ ફેડરેશનના વાઈસ પ્રેસિડેંટ છે. 
 
મુંબઈના આઝાદ મેદાનમાં રાશન વિક્રેતાઓએ પીડીએસ સિસ્ટમ વિરુદ્ધ આંદોલન કર્યુ. પ્રહલાદે આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. આંદોલનકારી દુકાનદારોની માંગ છે કે રાશન ડિસ્ટ્રીબ્યુટરના કમીશનમાં વધારો કરવામાં આવે અને દરેક ડ્રિસ્ટ્રીબ્યુટરને ઓછામાં ઓછા હજાર કાર્ડ હોલ્ડર મળવાનું આશ્વાસન મળે. જો સરકાર આવુ કરવામાં નિષ્ફળ રહે છે તો તેને રાશન વેપારીઓને સરકારી કર્મચારી જાહેર કરી દેવા જોઈએ. 
 
આંદોલનકારીઓને સંબોધિત કરતા ઓલ ઈંડિયા ફેયર પ્રાઈસ શૉપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ પ્રહલાદ મોદીએ કહ્યુ.. બીજેપી યુપીમાં લોકસભાની 80માંથી 73 સીટો 75000 રાશન દુકાન માલિકોના સમર્થનને કારણે મેળવી શકી. દિલ્હી ચૂંટણી પહેલા સરકારે આ લોકોને નજરઅંદાજ કરવા શરૂ કરી દીધા અને પરિણામ બધા જોઈ શકો છો. 
 
પોતાના સંબોધનમાં પ્રહલાદ પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરવાથી બચતા રહ્યા.  તેમણે કહ્યુ.. હુ તેમનુ સન્માન કરુ છુ. મારી લડાઈ તેમના વિરુદ્ધ નથી. સિસ્ટમના વિરુદ્ધ છે. મીડિયા અમારી વચ્ચે વિવાદ ઉભો કરવાની કોશિશ કરી રહી છે.  હાલ ભાઈ પર ભાઈના આ હુમલા વિરુદ્ધ દિલ્હીથી કોઈ કશુ બોલ્યુ નથી. પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પીએમનો બચાવ કરતા કહ્યુ કે પીડીએસ સિસ્ટમમાં અનેક કમી છે જેને દૂર કરવાની જરૂર છે.