શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (16:08 IST)

મોદીને જિગ્નેશનુ બર્થડે ગિફ્ટ - રેલ રોકો આંદોલન

યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે સરકારે સંવાદના બધા રસ્તા બંધ કરી રાખ્યા છે અને હવે આંદોલન કરવા ઉપરાંત કોઈ બીજો વિકલ્પ બચ્યો  નથી. 
 
મેવાણીએ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસના અવસર પર રેલ રોકો આંદોલનના રૂપમાં એક ખાસ ભેટ આપવામાં આવશે.  તેમણે કહ્યુકે 1 ઓક્ટોબરથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે. 
 
જિગ્નેશે શુક્રવારે બીબીસી સાથે ખાસ વાતચીતમાં કહ્યુ, "મોદીજી પોતાના જનમદિવસ પર ગુજરાત આવી રહ્યા છે. અમે તેમને આ અવસર પર બર્થડે ગિફ્ટના રૂપમાં રેલ રોકો આંદોલન કરશે." 
 
જિગ્નેશે આ વાતચીત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ગુજરાતની ઉડાન પકડતા પહેલા કરી હતી. 
 
ગુજરાત પહોંચતા તેમને સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકથી જ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી હતી. 
 
તેમના સંગઠનના સાથી રાકેશ મુજબ જિગ્નેશને શનિવારે સવારે 3.30 વાગ્યે છોડી દેવામા આવ્યો છે. તેમની સાથે ચાર-પાંચ પોલીસ કર્મચારી તેમની ઉપર નજર રાખવા માટે ગોઠવાયા છે. 
 
વાતચીતમાં જિગ્નેશે કહ્યુ, "અમારી જે માંગ છે તેમાથી એક મુખ્ય માંગ એ છે કે નિયમો મુજબ જમીનોની વહેંચણી સરકાર કરે. આ પ્રવાધાનો હેઠળ સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત ભૂમિહિનોને જમીનની વહેંચણી કરી શકે છે.  આ માંગને લઈને અમે સકારને જગાવવા અને સમજાવવા માટે શાંતિપ્રિય રૂપે મોટા મોટા ધરણા પ્રદર્શન કર્યા. અનેક જ્ઞાપન સોંપ્યા. અમે તમામ લોકતાંત્રિક રીત અજમાવી લીધા છે... પણ સરકારે અમારી અવાજને ગણકારી નથી. સરકાર દલિતો અને ભૂમિહિન લોકોને એક ઈંચ જમીન આપવા તૈયાર નથી.  તેથી અમને મજબૂરીમાં રેલ રોકોનું આંદોલન કરવુ પડ્યુ." 
 
મેવાણી પોતાની વાતને ચાલુ રાખતા કહ્યુ, 'અમને ખબર છે કે આ આંદોલનથી સામાન્ય લોકોને તકલીફ થશે. પણ હવે અમારી પાસે કોઈ બીજો વિકલ્પ સરકારે છોડ્યો જ નથી તેથી જનતા અમને માફ કરે." 
 
જિગ્નેશ શનિવારની સવારે અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર દૌલનાના સરોડા ગામમાં ભૂમિ સુધારને લઈને આયોજીત સભામાં જશે. આ સભા વર્ષ 2003માં બહુજન સમાજના લોકોને વહેંચાયેલ જમીનની માલિકીનો હક અપાવવાને લઈને આયોજીત કરવામાં આવી છે. 
 
ઉના અત્યાચાર લડત સમિતિના સંયોજક જયેશ સોલંકીએ બીબીસીને જણાવ્યુ કે જિગ્નેશે લગભગ ચાર દિવસ પહેલા વેરવાડાની જનસભામાં આ મીટિંગની જાહેરાત કરી દીધી હતી.