શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , ગુરુવાર, 3 નવેમ્બર 2016 (15:06 IST)

કોઈની પણ સાથે ગઠબંધન કરવા તૈયાર, દરવાજા ખુલ્લા છે - અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક ચેનલ સાથેની વાતચીતમાં એક મોટુ નિવેદન આપ્યુ છે . અખિલેશે આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કહ્યુ કે તેઓ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર છે. પણ તેના પર નિર્ણય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ કરશે. 
 
રાષ્ટ્રીય અધ્યક્ષ કરશે નિર્ણય - અખિલેશ 
 
અખિલેશે એક વાતચીતમાં કહ્યુ, "ગઠબંધનથી કંઈ પાર્ટીને નુકશાન અને કંઈ પાર્ટીને ફાયદો થશે તેનો નિર્ણય પછી કરવામાં આવશે." તેમણે કહ્યુ, "ગઠબંધન કર્વાની કોઈપણ શક્યતા પર રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટી નિર્ણય કરશે." 
સપા સરકારે ગામ-શહેરોમાં કામ કર્યુ 
 
અખિલેશે કહ્યુ, "અમારી પાર્ટીએ સાઢા ચાર વર્ષમાં જનતા માટે કામ કર્યુ છે. જનતા માટે ઉદ્યોગ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે સપા સરકારે ગામ અને શહેરોમાં વિકાસ કરાવ્યો છે.  અખિલેશે કહ્યુ કે બીજીવાર સરકાર બન્યા પછી પણ અમારી સરકાર પૂરી લગનથી પ્રદેશમાં વિકાસ કાર્ય કરશે. 
 
મુલાયમે અખિલેશના રથને ગ્રીન સિગ્નલ બતાવ્યુ 
 
સમાજવાદી પાર્ટી માટે આજે મોટો દિવસ છે. ઘરમાં મચેલા ઘમાસાન પછી અખિલેશની રથ  યાત્રાના અવસર પર મનદુખ ઓછા થતા દેખાયા.  એક મંચ પર અખિલેશ, મુલાયમ અને શિવપાલ હતા. શિવપાલે મંચ પરથી અખિલેશને શુભેચ્છા પાઠવી.  આ સાથે જ મુલાયમ સિંહે અખિલેશના રથને ગ્રીન સિગ્નલ આપ્યુ.  
 
એકવાર ફરી સપા સરકાર બનશે 
 
રથ યાત્રાના કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા અખિલેશે કહ્યુ કે પ્રદેશમાં અનેકવાર રથ ચાલ્યા છે. મને ખુશી છે કે ઉત્તર પ્રદેશમાં મને ત્રીજીવાર રથ ચલાવવાની તક મળી રહી છે. અખિલેશે કહ્યુ કે રથ લઈને અમારો ઉદ્દેશ્ય વધુથી વધુ લોકો વચ્ચે જવાનો છે.  જેથી બીજીવાર પ્રદેશમાં સપાની સરકાર બની શકે.  તેમણે કહ્યુ કે અમે ચૂંટણી ઢંઢેરામાં કરેલા બધા વચનો પૂરા કર્યા. અખિલેશ યાદવે સપાના સ્થાપના દિવસના અવસર પર 5 નવેમ્બરના રોજ થનારા કાર્યક્રમને પણ સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી.