શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (11:11 IST)

ચૌહાણની હાલત આઈસીયુમાં દાખલ દર્દી જેવી - ઉદ્ધવ

શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર જોરદાર નિશાન સાધ્યુ છે. પોતાના મુખપત્ર સામનામાં છપાયેલ એક લેખમાં કહેવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ માત્ર સોનિયા ગાંધીના અહેસાનને કારણે સીએમની ખુરશી પર બેસ્યા છે. હકીકતમાં તેમની હાલત આઈસીયુમાં દાખલ કોઈ દર્દી જેવી છે. શિવસેના તરફથી આ નિશાન ચૌહાણના આ નિવેદન બાદ સાધવામાં આવ્યુ છે. જેમા તેમણે કહેવામાં આવ્યુ કે ઉદ્ધવ ઠાકરેને સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નથી. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ટીવી પર પ્રસારિત એક કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરેને સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નથી. ન તો તે મહારાષ્ટ્રમાં 1995ની ભાજપા શિવસેનાની સરકારનો ભાગ હતા. જેના જવાબમાં સામનામાં કહેવામાં આવ્યુ છે કે સીએમ બનવા માટે કેવા પ્રકારનો અનુભવ જોઈએ હોય છે. ચૌહાણ જાતે ખુદને માટે વિધાનસભા ચૂંટ્ણીમાં સુરક્ષિત સ્થાન શોધી રહ્યા છે. તેમની હાલત આઈસીયુમાં કોઈ દર્દીની જેવી છે. જેની માનસિક હાલત ખૂબ જ ખરાબ હોય છે. 
 
સામનામાં છપાયેલ સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે જો અમને સરકાર ચલાવવાનો અનુભવ નથી તો પછી કોંગ્રેસના યુવરાજ કયા અનુભવના નાતે દેશના પ્રધાનમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા હતા. ચૌહાણના નિવેદન પર કટાક્ષ કરતા સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે રાજીવ ગાંધીને ઈન્દિરા ગાંધીની હત્યા પછી છેવટ કયા અનુભવના આધાર પર પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા.