શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 ઑગસ્ટ 2015 (11:44 IST)

આતંકવાદનો રંગ 'કેસરી' નહી 'લીલો' છે - શિવસેના

શિવસેનાએ ભગવા આતંકવાદને નકારી દીધુ છે અનેકહ્યુ છે કે ભારતમાં આતંકવાદનો ફક્ત એક જ રંગ છે અને એ છે લીલો રંગ્ 
 
શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ છપાયો છે. જેમા આ વાત કહેવામાં આવી છે. આ લેખમાં લખ્યુ છે કે આમ તો આતંકવાદનો કોઈ રંગ નથી હોતો પણ ભારતમાં આ રંગ લીલો છે. 
 
સામનામા છપાયેલ આ લેખમાં શિવસેનાએ કહ્યુ છે કે પાકિસ્તાનની તુલનામાં આ લીલા આતંકને ઉછેરવાનુ કામ મોટાભાગે યુપીએ સરકારે કર્યુ. દેશમાં હિંદૂ આતંઇકવાદનો નારો કોંગ્રેસે લગાવ્યો. કોંગ્રેસીઓની હિંદુ આતંકવાદની રાજનીતિએ પાકિસ્તાની ષડયંત્રને બળ આપ્યુ. 
 
આ લેખમાં ગૃહમંત્રી રાજનાથ સિંહના વખાણ કરતા શિવસેનાએ લખ્યુ છે કે તેમણે યૂપીએ સરકારના પ્રોપગંડા પર કરારો પ્રહાર કર્યો. શિવસેનાએ લખ્યુ છે કે સમજોતા એક્સપ્રેસમાં થયેલ વિસ્ફોટ અને માલેગાવ બોમ્બ કાંડનો આરોપ હિંદુઓના માથે ઠોકી દીધો. 
 
સામનાએ લખ્યુ છે કે આ હિંદુ રાષ્ટ્ર છે. આ હિંદુ રાષ્ટ્રમાં હિંદુઓ દ્વારા આતંકવાદ ફેલાવવાનુ કોઈ કારણ નથી. આતંકવાદને ધર્મનો રંગ આપનારા દેશના દુશ્મન છે.