શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (23:35 IST)

સિયાચીનમા ફસાયેલા 10 જવાન શહીદ, મોદીએ ટ્વિટર પર આપી શ્રધ્ધાંજલી

પ્રચારમાધ્યમોના અહેવાલોએ ભારતીય લશ્કરના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે લદાખમાં સૌથી ઉંચાઈ પર આવેલા લશ્કરી થાણા પર ગયા બુધવારે બરફના થયેલા તોફાનમાં સપડાઈ ગયેલા  તમામ 10 સૈનિકો મૃત્યુ પામ્યા છે.

સિયાચીન ગ્‍લેસિયરમાં લાપત્તા થયેલા ભારતીય સૈનિકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. તેમના જીવિત હોવાની શક્‍યતા ધૂંધળી બની છે અને આધાતજનક સમાચાર આવી શકે છે. આવી સ્‍થિતિમાં મિલેટ્રી ઓપરેશનના ડિરેક્‍ટર જનરલ લેફ્‌ટી જનરલ રણબીર સિંહે આજે કહ્યું હતું કે, સૈનિકોની શોધખોળ માટે પાકિસ્‍તાનની મદદ લેવામાં આવી રહી નથી. સિયાચીન ગ્‍લેશિયરમાં તેમની પોસ્‍ટ ઉપર બરફ ધસી પડતા ભારતીય સૈનિકો દટાઈ ગયા હતા. તેમની શોધખોળ ચાલી રહી છે. રણબીરસિંહે કહ્યું હતું કે, જરૂરી સંશાધનો પહોંચાડી દેવામાં આવ્‍યા છે. અગાઉ પાકિસ્‍તાનના ડીજીએમઓ મેજર જનરલ આમિર રિયાઝે ફોન કરીને મદદની ઓફર કરી હોવાના અહેવાલ મળ્‍યા હતા. પાકિસ્‍તાની સેનાએ મદદની ઓફર કર્યા બાદ ભારતીય સેનાએ મદદ લેવાનો ઇન્‍કાર કરી દીધો છે. સૂત્રોએ કહ્યું છે કે, આ પ્રકારના કોલ સરહદ નજીક જ્‍યારે પણ કોઇ બનાવ બને છે ત્‍યારે કરવામાં આવે છે. વાતચીત દરમિયાન પાકિસ્‍તાનના ડીજીએમઓ આમિર રિયાઝ દ્વારા પાકિસ્‍તાનની મદદની ઓફર કરાઈ હતી પરંતુ ભારતે ઇન્‍કાર કરી દીધો છે. પુરતા પ્રમાણમાં સંશાધનો રહેલા છે. ૩૦ કલાક બાદ પાકિસ્‍તાન તરફથી મદદની ઓફર આવી હતી. ગઇકાલે વહેલી સવારે વિશાળ બરફની હિમશીલા પડતા ૧૯૬૦૦ ફૂટની ઉંચાઈએ સ્‍થિત આર્મી પોસ્‍ટમાં ૧૦ સૈનિકો દટાઈ ગયા હતા. સેના અને એરફોર્સની ખાસ ટુકડી બચાવ ઓપરેશનમાં બીજા દિવસે પણ લાગેલી રહી હતી. હવે એવી દહેશત દેખાઈ રહી છે કે તમામ ૧૦ સૈનિકોના મોત થઇ ચુક્‍યા છે. તેમના જીવિત હોવાની શક્‍યતા ઓછી દેખાઈ રહી છે. નોર્થન કમાન્‍ડના આર્મી કમાન્‍ડર ડીએસ હુડા દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, સરહદોની રક્ષા કરનાર જવાનો પર અમને ગર્વ છે.