શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :લખનૌ. , સોમવાર, 14 નવેમ્બર 2016 (11:57 IST)

UP Election 2017 પછી રાજીનામુ આપી શકે છે સોનિયા, રાહુલ સાચવશે કોંગ્રેસની કમાન !!

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. જાણવા મળ્યુ છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી વર્ષે થનારી પાર્ટીની કમાન સાચવી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે પોતાના સ્વાસ્થ્યને જોતા સોનિયા ગાંધી આ નિર્ણય લઈ શકે છે. 
 
રાહુલ સાચવી શકે છે પાર્ટીની કમાન 
 
સૂત્રો મુજબ સોનિયા ગાંધી પહેલા જ પોતાના પદ પરથી રાજીનામુ આપવા માંગતી હતી પણ પાર્ટીના જૂના નેતા ઈચ્છે છે કે ગાંધી આવતા વર્ષે  થનારા 2 મુખ્ય રાજ્યોમાં ચૂંટણી સુધી પદ પર બની રહે. ઉલ્લેખનીય છેકે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે પંજાબ અને ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. બીજી બાજુ હાલ તાજેતરમાં જ થયેલ કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવા માટે એક સ્વરમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જ્યાર પછી બધા નેતાઓએ આનુ સમર્થન કર્યુ. 
 
રાહુલ ગાંધી પણ છે તૈયાર 
 
હાલ કોંગ્રેસની બેઠકમાં આ વાતનો નિર્ણય કરવામાં આવ્યો કે અત્યાર સુધી સોનિયા ગાંધી જ પાર્ટી અધ્યક્ષ તરીકે કાયમ રહેશે. કોંગ્રેસ ચૂંટણી આયોગને પત્ર લખીને પાર્ટીના આંતરિક ચૂંટણી માટે એક વર્ષનો સમય માંગ્યો છે. બેઠકમાં હાજર રાહુલે કહ્યુ કે જે પણ પાર્ટી અને કમિટી નિર્ણય કરશે તે કરવા માટે તૈયાર છુ. જ્યારે રાહુલને અધ્યક્ષ બનવા માટે કહ્યુ તો રાહુલે કહ્યુ કે હુ તૈયાર છુ. પણ કોઈના મનમાં કોઈ શંકા છે તો કૃપા કરીને મને બતાવો. 
 
ગાંધી પરિવાર નક્કી કરશે તારીખ 
 
એવુ કહેવાય રહ્યુ છે કે આ મામલે પાર્ટીના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ દરેક પડકારને સ્વીકાર કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી ક્યારે પાર્ટીની કમાન સાચવશે એ વિશે કશુ કહી નથી શકાતુ. રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે રાહુલને કોગ્રેસની કાર્યસમિતિની બેઠક કે પછી અધિવેશનમાં બોલાવીને પહેલા અધ્યક્ષ બનાવવામાં આવશે. જે માટે એક પ્રક્રિયા છે. તેમણે કહ્યુ કે આ પ્રક્રિયા આવતીકાલે, પરમદિવસે, ડિસેમ્બરમાં અને આવતા વર્ષે પણ થઈ શકે છે.