શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , સોમવાર, 20 ઑક્ટોબર 2014 (10:38 IST)

ઉદ્ધવ ઠાકરેએ કરી અમિત શાહ અને મોદી સાથે વાતચીત, બધા આગળ વધવા તૈયાર

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોના આવ્યા બાદ કોઈપણ દળને સ્પષ્ટ બહુમત ન મળવા પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી. આ માહિતી શિવસેનાના સૂત્રોએ આપી છે. 
 
માતોશ્રીમાં હાજર સૂત્રએ કહ્યુ કે જ્યારે ફોન કરવામાં આવ્યો હતો ત્યારે પીએમ મોદી પણ હાજર હતા અને તેમણે પણ ઠાકરે સાથે વાત કરી. એવુ કહેવાય રહ્યુ છે કે લગભગ 10 મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં કોઈ સમજૂતી પર નથી પહોંચાયુ ફક્ત એ વાત થઈ છે કે આગળ વધવુ જોઈએ. 
 
રાજ્યમાં ચૂંટણી પરિણામોમા ભાજપા સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી પણ બહુમતથી 22 સીટ પાછળ રહી ગઈ. બીજી બાજુ પાર્ટીના જુના સહયોગી શિવસેના 63 સીટો સાથે બીજા નંબર પર રહી છે. 
 
શિવસેનાએ કહ્યુ કે તે વાતચીત માટે તૈયાર છે, જો કોઈ પ્રસ્તાવ આવશે ત્યારે તે તેના પર વાત કરશે. 
 
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી આશ્ચર્યની વાત એ રહી કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ બીજેપીની સરકારને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. તેનાથી એવુ માનવામાં આવી રહ્યુ છે કે શિવસેનાને દબાણ બનાવવાની તક નથી મળી રહી.  
ઠાકરેએ બીજેપી પર હુમલો કરતા એવુ પણ કહ્યુ કે તેઓ ઈચ્છે તો એનસીપી સાથે જઈ શકે છે પણ પછી તેમણે અમિત શાહ સાથે વાત કરી.  
 
એવુ કહેવાય રહ્યુ છે કે ફોન પર વાતચીતમાં ઠાકરેએ કહ્યુ કે જે કંઈ પણ વીતેલા સમયમાં થયુ છે ત્યારબાદ અમે આગળ જઈ શકીએ છીએ. આ વાત પર પીએમ મોદીએ કહ્યુ કે આપણે આગળ વધવુ જોઈએ.  
 
એવુ કહેવાય રહ્યુ છે કે ઠાકરેએ ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સીએમ પદની દોડમાં સૌથી આગળ માનવામાં આવી રહેલ નેતા દેવેન્દ્ર ફડનવીસ સાથે પણ વાત કરી. આ ઉપરાંત ઠાકરેએ વરિષ્ઠ ભાજપા નેતા ઓમ માથુર સાથે પણ ચર્ચા કરી છે. 
 
ભાજપા સૂત્રોનુ કહેવુ છે કે મોડી સાંજે પીએમ મોદી અને વરિષ્ઠ ભાજપા નેતાઓએ દિલ્હીમાં પણ વાતચીત કરી છે અને સૂત્રોનુ કહેવુ છે કે બંને દળોમાં વાતચીત થોડી આગળ વધી છે. 
 
સૂત્રોનુ કહેવુ છે કે પાર્ટી ઉપમુખ્યમંત્રીના પદ માટે તૈયાર થઈ શકે છે. સાથે  જ કેટલા મુખ્ય મંત્રાલય પર વાતચીત ચાલી રહી છે. 
 
અધિકારિક રૂપે ભાજપાએ એલાન કર્યુ છે કે તેઓ પોતાના બે બે પર્યવેક્ષક હરિયાણા અને મહારાષ્ટ્રમાં મોકલેલ ધારાસભ્યો સાથે મળીને નવા મુખ્યમંત્રીઓના નામ નક્કી કરશે.